કેનેડામાં બદલાયો વધુ એક નિયમ 8:11 PM
તા. ૧૫ ડિસેમ્બર ર૦ર૪ વિક્રમ સંવત ર૦૮૧ માગશર સુદ – ૧૫ રવિવાર
નર્મદા ડેમના સ્થાપના દિવસે શિલાન્યાસને ફુલહાર કર્યા 65 વર્ષ પહેલા પંડિત નહેરુ શિલાન્યાસ માટે આવ્યા હતા
આ ડેમ માટે જમીન ગુમાવનારા આદિવાસીઓને નર્મદા ડેમનું પાણી મળતું નથી

( ભરત શાહ દ્વારા )નર્મદા :ગુજરાતની જીવાદોરી સમાન નર્મદા ડેમ ને 65 વર્ષ થતા ગરુડેશ્વર તાલુકા કોંગ્રેસ સમિતિ તરફથી નર્મદા ડેમના શિલાન્યાસ સ્થળે કાર્યક્રમ યોજી શિલાન્યાસને સૌએ ફુલહાર કરી સ્થાપના સમયની સ્મૃતિઓ સૌએ વાગોળી હતી
પ્રાપ્ત માહિતી મુજબ ગુજરાત સહીત દેશના અન્ય ત્રણ રાજ્યો ને પાણી અને વીજળીનો ફાયદો કરાવાની નર્મદા યોજનાનું આયોજન સરદાર પટેલે કર્યું હતું ત્યારે આજથી 65 વર્ષ પહેલા 5 મી એપ્રિલે પૂર્વ વડાપ્રધાન જવાહરલાલ નહેરૂએ નર્મદા ડેમ નો પાયો નાખ્યો હતો આ ઐતિહાસિક સ્થળે શીલાન્યાસ તકતી સાથે કેવડિયા થી નર્મદા ડેમ જતા રસ્તે જોવા મળે છે. ત્યારે આજે નર્મદા ડેમ સ્થાપના દિવસ ની ઉજવણી કરવા માટે ગરુડેશ્વર ના કોંગ્રેસ અગ્રણીઓ એ સ્થળ પર પહોંચી શિલાન્યાસ ને ફૂલહાર કર્યા હતા.
આ પ્રસંગે કોંગી અગ્રણી ચંદ્રકાન્ત તડવીએ જણાવ્યું હતું કે સરદાર વલ્લભાઇ પટેલ અને પંડિત જવાહરલાલ નહેરુની દીર્ઘદ્રષ્ટિ ને કારણે આજે નર્મદા ડેમ છે જેને કારણે ગુજરાત ઉપરાંત મહારાષ્ટ્ર, મ. પ્ર. અને રાજસ્થાન ને પાણી અને વીજળી મળે છે જોકે સાથે અફસોસ વ્યક્ત કર્યો હતો કે ડેમ માટે જમીન ગુમાવનારા અમે આદિવાસીઓ ને નર્મદા ડેમનું પાણી નથી મળતું .









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
