હેં...વારાણસીમાં ભાજપનો પરાજય 9:51 AM
માંગરોળ ધનેશ્વર મહાદેવ મંદિરના સદાનંદ મહારાજ આત્મવિલોપનની ચિઠ્ઠી લખી ક્યાંક ગુમ થતા શોધખોળ
ઘણા સમયથી અન્ય બાપુ દ્વારા ત્રાસ અપાઈ રહ્યો છે, તંત્ર કઈ કરતું નથી માટે નર્મદા કેનાલ માં આત્મવિલોપન કરવાનું જણાવી ક્યાંક લાપતા થયા

(ભરત શાહ દ્વારા ) નર્મદા :નર્મદા જિલ્લાના નાંદોદ તાલુકાના માંગરોલ ગામમાં આવેલા અને લાંબા સમયથી ચર્ચામાં રહેલા ધનેશ્વર મહાદેવ મંદિરના મહારાજ અને અન્ય બાપુ વચ્ચે માથાકૂટ ચાલી રહી છે, પોલીસે ત્યાં પ્રોટેક્શન પણ ગોઠવ્યું છે પરંતુ આ રામાયણનો કોઈજ અંત નહી આવતા સદાનંદ મહારાજ એ આત્મવિલોપનની ચિઠ્ઠી લખી ક્યાંક ચાલ્યા જતા પોલીસ શોધખોળ કરી રહી છે.
મળતી માહિતી અનુસાર સદાનંદ મહારાજ તા.૦૫/૦૪/ ૨૦૨૫ ના દિવસે સવારના ૬ વાગ્યાની આસપાસ પિન્ટુલાલા સ્કુલ, બોરીયા ખાતેથી કોઇને પણ કંઇ કહ્યા વગર તેમની રૂમમાં એક કોરા કાગળ ઉપર લાલ બોલપેનથી આત્મવિલોપન કરવા અંગેની ચીઠ્ઠી લખી મુકી પોતે પોતાની જાતે ક્યાંક જતા રહ્યા હોય યશપાલસિંહ ભુપેંદ્રસિંહ ગોહિલ( રહે.ગોપાલપુરા,ઠાકોર ફળિયુ તા.નાંદોદ જી.નર્મદા) નાઓ એ આ બાબતે ગરુડેશ્વર પોલીસ ને જાણ કરતા પોલીસે સદાનંદ મહારાજ ને શોધવા ચક્રો ગતિમાન કર્યા છે.
અત્રે ઉલ્લેખનીય છે કે ઘણા સમયથી સદાનંદ મહારાજ અને અન્ય મહારાજો વચ્ચે માથાકૂટ ચાલતી આવી છે અને આ માથાકૂટ બાબતે પોલીસ ફરિયાદ પણ થઈ ચૂકી હતી ત્યારબાદ પોલીસે ત્યાં બંદોબસ્ત પણ મૂક્યો છે જે હજુ ત્યાં યથાવત છે ત્યારે સદાનંદ મહારાજ એ આત્મવિલોપનની ચીમકી આપી ચિઠ્ઠી લખી આ પગલું ભરતા આ બાબત લોકોમાં ચર્ચા માં રહી હતી.
સદાનંદ મહારાજે આત્મવિલોપનની ચિઠ્ઠી સાથે એક વિડિઓ પણ બનાવ્યો છે જેમાં તેઓ પોતે જણાવી રહ્યા છે કે આ લોકોના ત્રાસથી અને વારંવાર ફરિયાદો, રજૂઆતો કરવા છતાં પ્રશાસન કઈ કરતું નથી માટે હું નર્મદા કેનાલ માં આત્મવિલોપન કરવા જાઉં છું









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
