<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Sunday, 6th April 2025

રાજપીપળાના વિનાયક ગાર્ડન ખાતે રેવા સાહિત્ય સંગમ દ્વારા કવિ સંમેલન યોજાયું

( ભરત શાહ દ્વારા ) નર્મદા:નર્મદા જિલ્લાના વડા મથક રાજપીપલાનાં વિનાયકગાર્ડન ખાતે તા. 5 મી એપ્રિલના સાંજે રેવા સાહિત્ય સંગમની પ્રથમ બેઠક યોજાઈ હતી. સાથોસાથ કવિ સંમેલન પણ યોજાયું હતું. જેમાં રેવા સાહિત્ય સંગમનાં રાજપીપલાનાં સ્થાનિક કવિઓએ ઉત્સાહ પૂર્વક ભાગ લીધો હતો.

નર્મદા જિલ્લાનાં તિલકવાડા ખાતેથી આમંત્રિત કવિ ઝહીર મન્સૂરીએ ખાસ હાજરી આપી હતી. સ્થાનિક કવિઓમાં લાલસિંગભાઈ વસાવા તેમજ નમીતાબેન મકવાણા, નાસેહાબેન પઠાણ, દીપ્તિબેન રબારી તેમજ ઉન્નતિબેન વાંસદિયાંએ હાજરી આપી હતી.
કવિ સંમેલનમાં એક પછી એક દરેક કવિ મિત્રોએ પોતાની ઉત્તમ રચનાઓ રજૂ કરી હતી. નાંસેહાબેન દ્વારા રાજપીપલાના જાણીતા સુફી સંત સતાર શાહબાપુ જેમનું ખૂબ જાણીતું અને પ્રખ્યાત નામ છે. તેમના વિશે સુંદર વ્યાખ્યાન રજૂ કરી વિનાયક ગાર્ડનનાં રમણીય વાતાવરણમાં અનોખો રસ ઘોળ્યો હતો.

(10:17 PM IST)