હેં...વારાણસીમાં ભાજપનો પરાજય 9:51 AM
News of Sunday, 6th April 2025
રામ નવમીનિમિત્તે રાજપીપળા ખાતે નીકળેલી ભવ્ય શોભાયાત્રામાં રામભક્તોનું ઘોડાપુર

( ભરત શાહ દ્વારા ) રાજપીપળા ખાતે આજે તા.૬ એપ્રિલના રોજ રામનવમી પર્વ નિમિત્તે રામચંદ્રજી ની શોભાયાત્રા નીકળી હતી.
વિશ્વ હિન્દુ પરિષદ નર્મદા પ્રેરિત સમસ્ત હિન્દુ સમાજ દ્વારા આયોજીત ભગવાન શ્રી રામચંદ્રના જન્મોત્સવની ઉજવણી નિમિત્તે ભવ્ય શોભાયાત્રા નીકળી હતી. તેમાં મોટી સંખ્યામાં હિન્દુ ભાવિક ભક્તો જોડાયા હતા. સમસ્ત રાજપીપળા રામ નામ ની ગુંજ થી ગુંજી ઉઠ્યું હતું.
તારીખ:- ૬-૪-૨૦૨૫ ને રવિવારે ગુમાનદેવ - રામજી મંદિર, હરસિદ્ધિ માતાજીના મંદિર થઇ સંતોષ ચાર રસ્તા, લીમડા ચોક, સફેદ ટાવર, રાજરોક્ષી થઈને ગુમાનદેવ મંદિર શોભા યાત્રા પહોંચી હતી.ત્યારબાદ રામ લલાની આરતી તથા મહા પ્રસાદ રાખવામાં આવ્યો હતો. જેમાં હજારોની સંખ્યામાં ભાવિક ભક્તો ઉપસ્થિત રહ્યા હતા.
(10:20 PM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
