હેં...વારાણસીમાં ભાજપનો પરાજય 9:51 AM
સુરતના અઠવાગેટ નજીક ગેરકાયદે ધમધમતું કોલ સેન્ટર ઝડપાયું :રીઢા વિરેન બાર સહિત 5 આરોપીઓની ધરપકડ
કોલ સેન્ટર દ્વારા પરપ્રાંતમાંથી 300 કરતાં વધુ ગ્રાહકો પાસેથી રૂ.45 લાખ જેટલી રકમ પડાવી લેવાઈ: લેપટોપ અને 13 જેટલા મોબાઇલ જપ્ત

સુરતના અઠવાગેટ નજીકના મહેરપાર્ક બી વિંગમાં બેન્ક લોન અપાવવાના બહાના હેઠળ ધમધમતું ગેરકાયદે કોલ સેન્ટર ઝડપાયું છે. પોલીસે કોલ સેન્ટરમાંથી રીઢા વિરેન બાર સહિત 5ની ધરપકડ કરી છે. આ ટોળકીએ ભારતભરના લોકો સાથે છેતરપિંડી કરીને રૂપિયા 45 લાખ પડાવી લીધા હોવાની ફરિયાદો સામે આવી રહી છે.
પોલીસના જણાવ્યા મુજબ અઠવા ગેટ - મહેરપાર્કમાં આવેલ બી વિંગમાં ગેરકાયદે કોલ સેન્ટર ચાલતુ હોવાની બાતમી પીઆઇ એચ.કે. સોલંકીને મળી હતી. પોલીસે આ સ્થળે છાપો માર્યો હતો. પોલીસ તપાસમાં જણાઈ આવ્યું હતું કે, સોશિયલ મીડિયા પર રંગારેડ્ડી નામે આઇડી બનાવી સંચાલકોએ પર્સનલ લોન, બિઝનેસ લોન મેળવવા આઈડી અને મોબાઈલ ફોનની જાહેરાત અપડેટ કરી હતી. આ માધ્યમથી ગ્રાહકોની એકસેલ સીટ દ્વારા માહિતી મેળવી લેવાતી હતી. હકીકતમાં કોલ સેન્ટરનો સ્ટાફ ગ્રાહકોને લોભામણી લાલચ આપીને તેમની પાસેથી બેન્કના એકાઉન્ટ નંબર, ઓટીપી મેળવી લેતા હતા.
આ માહિતી તેઓ પીપલોદ સ્થિત સ્વસ્તિક યુનિવર્સલમાં ઓફિસ ધરાવતા રવિન્દ્ર સલુજાને માહિતી પુરી પાડતા હતા. આ કોલ સેન્ટર સાથે સંલગ્ન એવી મુંબઈ સ્થિત ગ્લોબ લીંક ટેકનો ખાતે ઓફિસ સંભાળતો સતિન્દર પાલ લોન લેવા માગતા ગ્રાહકોને બેન્ક બેલેન્સ જાળવી રાખવાના બહાને સંપર્ક કરીને નાણા પડાવી લેવા તરકીબો અજમાવતો હતો. પોલીસે કોલ સેન્ટરમાંથી વિરેન બાર સહિત બે યુવાનો અને બે યુવતીઓની ધરકપડ કરી છે. પોલીસે તપાસ કરતાં કોલ સેન્ટર દ્વારા પરપ્રાંતમાંથી 300 કરતાં વધુ ગ્રાહકો પાસેથી રૂ.45 લાખ જેટલી રકમ પડાવી લેવાઈ હોવાની હકીકતો બહાર આવી છે. પોલીસે લેપટોપ અને 13 જેટલા મોબાઇલ ફોન મળી રૂ.1.43 લાખનો મુદામાલ કબજે કર્યો છે.
મહેરપાર્કમાં લોન અપાવવાની આડમાં ધમધમતા કોલ સેન્ટરને વિરેન નિતીન બાર (રહે, હરિઓમનગર, પાંડેસરા) ચલાવતો હતો. વિરેન બાર અગાઉ 2022માં પણ કોલ સેન્ટર ચલાવતા ઝડપાઈ ચૂક્યો છે. વિરેન હવે ફરીવાર પોલીસની અડફેટે આવ્યો છે. બેન્ક લોન અપાવવાના બહાને કોલ કરી થતી ઠગાઈમાં પોલીસની નજરથી બચવા કોલ સેન્ટરના સંચાલકો દ્વારા ગુજરાતના લોકોનો સંપર્ક કરાતો ન હતો, પરંતુ ઉત્તરપ્રદેશ, બિહાર અને મહારાષ્ટ્રના સામાન્ય લોકોને નિશાન બનાવવામાં આવ્યા હતા.
અઠવા અને પીપલોદ ખાતેની ઓફિસમાં બેન્ક લોનના નામે ગ્રાહકોને છેતરીને નાણા પડાવવા ધમધમતા કોલ સેન્ટરના સુત્રધારો સતિન્દ્રર પાલ અને રવિન્દ્ર સલુજાને પોલીસે વોન્ટેડ જાહેર કર્યા છે. પોલીસે બંનેની તપાસ અર્થે એક ટીમને મુંબઈ રવાના કરી છે.
પકડાયેલા આરોપીવિરેન નિતીન બાર રહે, હરિઓમનગર, પાંડેસરા ,રાહુલ અશોકકુમાર બાવિસ્કર રહે, ઉમિયાનગર પર્વત પાટિયા ,આશિષ સંતોષકુમાર પાલ રહે, શ્રાીજીનગર, ગોડાદરા ,રૂતુજા સુધાકર પાટીલ રહે, ત્રિકમનગર,નીલગીરી પાસે, લિંબાાયત,પુજા પ્રહલાદભાઇ રાઠોડ રહે, મદનપરા, લિંબાયત
વોન્ટેડ આરોપીઓ સતીન્દ્રર પાલ ,રવિન્દ્ર સલુજા









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
