News of Sunday, 6th April 2025
સુરતમાં પુત્રની ક્રુરતા: મુક્કો મારીને બાદ લાકડાના ફટકા માર્યા:માતાને હાથમાં ફ્રેકચર અને માથામાં 7 ટાંકા આવ્યા
પરિવારનો કિસ્સો ફેમિલી કોર્ટમાં ચાલતો હોય પુત્રએ માતાને કેસ પરત ખેંચવાનું કહીને હુમલો કર્યો

સુરતમાં પુત્રની ક્રુરતા સામે આવી હતી. આ ઘટનામાં પુત્રએ માતા પર કરેલા હુમલાના CCTV સામે આવ્યા હતા.
આ કિસ્સામાં સૂત્રો પાસેથી મળતી માહિતી અનુસાર પરિવારનો કિસ્સો ફેમિલી કોર્ટમાં ચાલી રહ્યો છે. ત્યારે આ ઘટનામાં પુત્રએ માતાને કેસ પરત ખેંચવાનું કહીને હુમલો કર્યો હતો. જેમાં પુત્રએ માતાને તમાચો અને મુક્કો માર્યો ત્યાર બાદ લાકડાના ફટકા માર્યા હતા. જેમાં મહિલાને હાથમાં ફ્રેકચર અને માથામાં 7 ટાંકા આવ્યા હતા.
આ ઘટનાના કારણે માતાએ પુત્ર અને જેઠના દિકરા સામે ઉત્રાણ પોલીસ સ્ટેશનમાં ફરિયાદ દાખલ કરી હતી. જેમાં પોલીસે બંનેની ધરપકડ કરીને વધુ કાર્યવાહી હાથ ધરી છે.
(11:39 PM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
