<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Monday, 7th April 2025

બોટાદમાં ભાવનગર રોડ પર બે વ્યક્તિને 10 જેટલા લોકોના ટોળાએ ઢોર માર માર્યો: જુઓ વાયરલ વિડિઓ

પ્રકાશ વઢવાણીયા અને તેના ભત્રીજાએ 14 જેટલા લોકો સામે પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધાવી

બોટાદમાં બે વ્યક્તિને કેટલાક શખ્સોએ ઢોર માર માર્યો છે. ભાવનગર રોડ પર 10 જેટલા લોકોના ટોળાએ બે વ્યક્તિને ઢોર માર માર્યો છે, જે સમગ્ર ઘટનાનો વીડિયો પણ સોશિયલ મીડિયામાં વાયરલ થઈ રહ્યો છે.

  પ્રકાશ વઢવાણીયા અને તેના ભત્રીજાએ 14 જેટલા લોકો સામે પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધાવી છે. ત્યારે પોલીસે ફરિયાદ નોંધી વીડિયોના આધારે તપાસ શરૂ કરી છે. અત્રે જણાવીએ કે, જાહેરમાં કોઈને માર મારવો તે જાણે સામાન્ય ઘટના બની ગઈ હોય તેમ અવાર અવાર કિસ્સાઓ સામે આવી રહ્યાં છે

વાયરલ થયેલા વીડિયોમાં જોઈ શકાય છે કે, બે વ્યક્તિ પર કેટલાક લોકોનું ટોળું તુટી પડે છે અને જે બે વ્યક્તિને ઢોર મારે છે, એક-બે લોકો પકડી રાખે છે અને બીજા લોકો મન ફાવે તેમ ગડદા-પાટુ અને લાતો વડે ઢોર માર મારતા નજરે પડે છે.

(12:01 AM IST)