<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Monday, 7th April 2025

ગોધરાના ભોઈવાડામાં અંગત અદાવતમાં ધીંગાણું જ્ઞાતિના બે જૂથ વચ્ચે મારામારી: 3 મહિલાઓ સહીત 11 લોકો ઘાયલ

--- , અંકલેશ્વર મહાદેવ રોડ પર ભોઈવાડામાં અંગત અદાવતમાં લોખંડની પાઈપો અને ઈંટો વડે સામસામે મારામારી

ગોધરાના અંકલેશ્વર મહાદેવ રોડ પર ભોઈવાડામાં અંગત અદાવતમાં ધીંગાણું સર્જાયુ છે. ભોઈ જ્ઞાતિના 2 જૂથ વચ્ચે લોહીયાળ મારામારી થઈ છે, લોખંડની પાઈપો અને ઈંટો વડે સામસામે મારામારી કરવામાં આવી છે. મારામારીની આ ઘટનામાં 11 લોકો ઈજાગ્રસ્ત થયા છે.

   અંગત અદાવતમાં જૂથ અથડામણ થતાં તેમાં 3 મહિલાઓ સહિત કુલ 11 લોકોને ઈજાઓ પહોંચી છે અને 1ની હાલત ગંભીર જણાવવામાં આવી રહી છે અને તેને વધુ સારવાર અર્થે વડોદરાની હોસ્પિટલમાં ખસેડાયો છે. જ્યારે અન્ય તમામ ઈજાગ્રસ્તને ગોધરા સિવિલ હોસ્પિટલમાં સારવાર માટે ખસેડવામાં આવ્યા છે. આ સમગ્ર મામલે પોલીસે ઘટના સ્થળે પહોંચી છે અને કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે.

 

(12:10 AM IST)