News of Monday, 7th April 2025
ગાંધીનગરમાં યલો એલર્ટ જાહેરઃ તાપમાન વધશેઃ કામ સિવાય ઘરની બહાર ન નિકળવા અપિલ

(અશ્વિન વ્યાસ દ્વારા) ગાંધીનગરઃ રાજયના પાટનગર ગાંધીનગરમાં આજથી હીટવેવ શરૂ થનાર છે તેવી આગાહી સરકારના હવમાન વિભાગે કરી છે. ઉપરાંત ગાંધીનગરને યલો એલર્ટ પણ આપવામાં આવેલ છે.
હિટવેવની આગાહી વચ્ચે છેલ્લા અડતાલીસ કલાકમા઼ તાપમાનમાં ૧ડિગ્રી વધારા સાથે પારો ૪ર ડિગ્રીએ પહોંચ્યો છે હિટવેવની આગાહી વચ્ચે કામ સિવાય ઘરની બહાર પ્રજાને નહી નિકળવા અપીલ પણ કરવામાં આવી છે. આમ ગ્લોબલ વોર્મિગની અસરથી ગાંધીનગર બાકાત રહયુ નથી.
ઉનાળાની શરૂઆત થતા જ ગાંધીનગરના નગરજનો ગરમીનો અનુભવ કરી રહયા છે. પ્રથમ વખત મહતમ પારો ૪ર ડિગ્રીએ પહોંચ્યો છે.
હવામાન વિભાગે હિટવેવની અસર આગામી પાંચ થી સાત દિવસ સુધી રહે તેવી પણ આગાહી કરી છે. તાપમાનનો પારો વધે તેવી પણ પુરી શકયતાઓ જણાય છે. આમ ગાંધીનગરને યલો એલર્ટમાં સમાવેશ કરાયો છે. (૩૬-૭)
(3:41 PM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
