તા. ૬ સપ્ટેમ્બર ર૦ર૫ વિક્રમ સંવત ર૦૮૧ ભાદરવો સુદ – ૧૪ શનિવાર
News of Monday, 7th April 2025
વડોદરામાં શ્રી ભયભંજનદેવ હનુમાનજી મહારાજ નો ત્રિ દીનાત્મક પુનઃ પ્રાણ પ્રતિઠા મહોત્સવઃ૨૧ કુંડી મારુતિ યજ્ઞ

તા,૧૦ થી ૧૨ , મારૂતિયાગ, પુષ્પાભિષેક, અન્નકૂટ, સમુહ હનુમાન ચાલીસા પાઠ ,જેવા અનેક વીધ કાર્યક્રમોઃ ૧૨મીએ દાદા ને ૧૦૦૮ કીલો ફુલો નો પુષ્પાભીષેક કરવામાં આવશે
રાજકોટઃ વડોદરા ગોત્રી, અંબીકાનગર આવેલા શ્રી ભયભંજનદેવ હનુમાનજી મહારાજ, ગુરુવર્ય અ.ની.સ. કોઠારીશ્રી હરીકૃષ્ણદાસજી સ્વામી દ્વારા વર્ષો સુધી પુજાયેલ એમનાસંકલ્પ ના ફળ સ્વરૂપે અને સ્વામી શાષાી શ્રી દ્યનશ્યામપ્રકાશદાસજી ના અથાગ પરિશ્રમ થી ટુંક સમયમાં પુર્ણ થયેલ નવ્ય, ભવ્ય નુતન મંદિરમાં ત્રીદીનાત્મક પુનઃ પ્રાણ પ્રતિષ્ઠા મહોત્સવ તા ૧૦ થી ૧૨ ના રોજ યોજાશે.
૨૧ ભુદેવો દ્વારા સવા લાખ મહામંત્ર જાપ અને સવા લાખ મહામંત્ર આહુતિ આપવામાં આવશે, અને દાદા નો ભવ્ય અન્નકૂટ પણ કરવામાં આવશે. તા ૯ બુધવાર ના રોજ સાંજે ૫:૩૦ કલાકે ભગવાન શ્રી રામ પરીવાર તથા ભયભંજનદેવ હનુમાનજી મહારાજ ની નગરયાત્રા નીકળશે. તા ૧૦ , ગુરુવાર ના રોજ પ્રતીષ્ઠા યજ્ઞ નો પ્રારંભ થશે, અને તા ૧૨ ના રોજ સવારે ૯ કલાકે દેવ પ્રતીષ્ઠા થશે, બપોરે મહા અન્નકૂટ ના દર્શન, મહા આરતી અને યજ્ઞ ની પુર્ણાહુતી સાંજે ૪ કલાકે થશે. આ ધાર્મિક કાર્યક્રમમાં સાધુ સંતો આર્શીવચન નો લાભ આપશે.(૩૬-૮)
(2:31 PM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
