તા. ૨૩ નવેમ્બરે ર૦ર૫ વિક્રમ સંવત ર૦૮૨ માગશર સુદ – ૩ રવિવાર
News of Monday, 7th April 2025
કેદીઓ ક્રિકેટ જંગ ખેલવા મેદાને પડયા, લાઇન ઇલેવન વિજેતા બની
બંદીવાનોમાં અરસપરસ દુશ્મની નહિ ભાઇચારો જગાવવામાં પાંચ વર્ષથી વધુ સમયના ડો.કે. એલ.એન.રાવના ડો.ઇન્દુ રાવના સહયોગથી કરેલ પ્રયાસો રંગ લાવ્યાઃ સાબરમતી જેલ અધિક્ષક ડો.નિધિ ઠાકુર ટીમ દ્વારા અદભુત આયોજન

રાજકોટ તા. રાજ્યની વિવિધ જેલોમાં કેદીઓ વચ્ચે વૈમનસ્ય અટકાવી , કેદીઓ એક બીજા સાથે મારામારી કરવાના બદલે ભાતળત્વ ભાવના જગાડતી વિવિધ રમતગમત સ્પર્ધાઓ પોતાનાં ૫ વર્ષ થી વધુ જેલના કાર્યકાળ છતા નિષ્ઠાપૂર્વક યોજવા ડો કે. એલ. એન.રાવ દ્વારા જાણીતા શિક્ષણવિદ ડો.ઇન્દુ રાવના સહયોગથી જેલ સુપ્રિ. નિધિ ઠાકુર ટીમની મદદથી ક્રિકેટ ટુર્નામેન્ટનું અદભુત આયોજન કર્યું હતું.
બંદિવાન ભાઈઓમાં ભાઈચારાની ભાવના કેળવાય તે હેતુસર ઈન્ડીયન ઓઈલ કોર્પોરેશનના સહયોગથી ક્રિકેટ ટુનામેન્ટ-૨૦૨૫ નું તા.૨૭/૦૩/૨૦૨૫ થી તા.૦૫/૦૪/૨૦૨૫ દરમિયાન આયોજન કરવામાં આવેલ હતુ. સદર ક્રિકેટ ટુર્નામેન્ટની ફાઈનલ મેચ તથા સમાપન કાર્યક્રમ તા.૦૫/૦૪/૨૦૨૫ના રોજ આયોજન કરવામાં આવેલ હતું. જેમાં મુખ્ય અતિથિ તરીકે જેલોના વડા પોલીસ મહાનિદેશકશ્રી ડો.કે.એલ.એન.રાવ તથા અમદાવાદ મધ્યસ્થ જેલના અધિક્ષકશ્રી ડૉ.નિધિ ઠાકુર, શિક્ષણવિદ્દ પ્રો.ડૉ.ઇન્દુ રાવ, નાયબ અધિક્ષક પી.આઈ.સોલંકી અને નાયબ અધિક્ષક જે.એસ.ચાવડાનાઓ તથા અધિકારી/કર્મચારીઓ મોટી સંખ્યામાં હાજર રહ્યા હતા. અમદાવાદ મધ્યસ્થ જેલના બંદિવાનો માટે આ પ્રકારની ક્રિકેટ ટુર્નામેન્ટનું પ્રથમવાર આયોજન કરવામાં આવેલ હતું. આ ટુર્નામેન્ટમાં કુલ-૧૨ ટીમો દ્વારા સ્પર્ધામાં ભાગ લીધેલ હતો. જેમાં લાયન ઈલેવન અને ક્રોકોડાઈલ ઈલેવન વચ્ચે ફાઈનલ મેચ રમાઈ હતી. જેમાંથી લાયન ઈલેવન ટીમ વિજેતા બની હતી. વિજેતા ટીમને ડી.જી.પી.શ્રી ડૉ.કે.એલ.એન.રાવ નાઓ દ્વારા વિજેતા ટીમને ટ્રોફી એનાયત કરી શુભકામનાઓ પાઠવવામાં આવેલ હતી.
ડી.જી.પી.શ્રી ડૉ.કે.એલ.એન.રાવનાઓ દ્વારા જેલના બંદિવાનોના શારીરિક, માનસિક વિકાસના હેતુસર આ પ્રકારની વિવિધ રમતોની ટુર્નામેન્ટનું તથા અન્ય સુધારાત્મક પ્રવળતિઓનું પણ જેલમાં આગામી સમયમાં નિયમિત રીતે આયોજન કરવામાં આવશે તેમ જણાવેલ. અમદાવાદ મધ્યસ્થ જેલના બંદિવાનો દ્વારા જેલ પ્રશાસન દ્વારા કરવામાં આવેલ આ પ્રકારના આયોજનની પ્રશંસા કરી બિરદાવવામાં આવેલ હતી.
અંતે જેલ અધિક્ષકશ્રી ડૉ.નિધિ ઠાકુરનાઓ દ્વારા વિજેતા ટીમના બંદિવાનોને શુભેચ્છાઓ પાઠવી હતી. તેમજ સમાપન કાર્યક્રમમાં ઉપસ્થિત તમામ મહેમાનો તથા અધિકારી/કર્મચારીઓ તેમજ પ્રેસ મિડીયાના કર્મચારીઓનો આભાર વ્યક્ત કરવામાં આવેલ હતો. (૯.૧૪)
(2:31 PM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
