News of Monday, 7th April 2025
પોલીસ અને પ્રજા વચ્ચેનો પ્રેમ નિહાળી ૧૧ પાકિસ્તાનના રહેવાસીઓ દ્વારા પણ રક્તદાન
સામાન્ય લોકોને લુખ્ખા તત્વો સામે રક્ષણ, યુવા પેઢીને નશાની ગર્તામાં ધકેલાઈ જતી અટકાવવા નશાકારક સિરપનાં મૂળ સુધી પહોંચી દેવભૂમિ દ્વારકા પોલીસ સંતોષ માનતી નથી : રાજકોટ રેન્જ આઇજી અશોકકુમાર યાદવના માર્ગદર્શનમાં અને એસપી નિતેશ પાંડેના નેતૃત્વમાં ડીવાયએસપી હાર્દિક પ્રજાપતિ, સાગર રાઠોડ, વિસ્મય માંનસતા, પીઆઇ કે.કે. ગોહિલ, પીઆઇ પી. સી. સિંગ્રખીયા, sog પીઆઇ બી.જે. સરવૈયા, ખંભાળિયા પીઆઇ ડી. પી. ભટ્ટ, દ્વારકા પોલીસ મથકના યુ.બી. અખેડ સહિત જિલ્લાભરના તમામ પોલીસ સ્ટાફ વિગેરે દ્વારા કાબીલેદાદ કામગીરી

રાજકોટ, તા. ૭: રાજકોટ રેન્જ વડા અશોકકુમાર યાદવના માર્ગદર્શનમાં દેવભૂમિ દ્વારકા જિલ્લાના એસપી નીતીશ પાંડેના નેતળત્વમાં પ્રજાને પિડતા અસામાજિક તત્વો, યુવા પેઢીને બરબાદ કરતાં નશાકારક સિરપોનાં મૂળ સુધી પોહચી સંતોષ માનવાનો બદલે વડીલો સહિત વિવિધ વર્ગના લાભાર્થે થતી સામાજિક પ્રવળત્તિઓમાં લોકો ઉત્સાહભેર જોડાઈ પોતાનું યોગદાન આપે છે, આ શ્રેણીમાં આ વખતે અનેક ઇતિહાસો રચાયા છે.
આપના એક ટીપા લોહીથી જો કોઇની જીંદગી બચાવી શકાતી હોય તો આ મનુષ્ય જીવનમાં આપનુ એક વીરતાપૂર્વકનુ યોગદાન માનવામાં આવે છે. આ પ્રકારના માનવ સંવેદનના સાથે જોડાયેલ હકિકતને નજર સમક્ષ રાખી દેવભૂમિ દ્વારકા જિલ્લા પોલીસ દ્વારા તા.૦૫/૦૪/ર૦ર૫ના રોજ ખંભાળીયા તેમજ દ્વારકા ખાતે એક અદભૂત મેગા બ્લડ ડોનેટ કેમ્પ ‘રકતદાન-૨૦૨૫' નુ આયોજન કરી ઐતિહાસિક કુલ ૨૬૫૧ જેટલી યુનિટ બ્લડ એકત્રિત કરવામાં આવેલ.
થેલેસેમિયા જેવી ગંભીર પ્રકારની બિમારીથી પીડાતા લોકો કે જેઓને સમયાંતરે સારવારના ભાગરૂપે બ્લડની જરૂરીયાત રહેતી હોય છે.
આવા જરૂરીયાતમંદ બિમાર લોકોને સરળતાથી બ્લડ મળી શકે અને તેઓની જીંદગી બચાવી શકીએ તો તે આપણા માટે એક ગૌરવની વાત કહી શકાય. આવા જ એક સમાજઉપયોગી અભિગમને સાર્થક રૂપ બનાવવા તેમજ માનવસેવાના પ્રયત્નના ભાગરૂપે રાજકોટ વિભાગના પોલીસ મહાનિરીક્ષકશ્રી અશોકકુમાર યાદવ સા. તથા દેવભૂમિ દ્વારકા જિલ્લાના પોલીસ અધિક્ષકશ્રી નિતેશ પાંડેય સા. નાઓના સીધા માર્ગદર્શન અને સુચનાથી તા.૦૫/૦૪/ર૦ર૫ના રોજ ખંભાળીયા ટાઉન હોલ ખાતે તેમજ દ્વારકા સનાતન આશ્રમ ખાતે જાણકાર તજજ્ઞ અને અનુભવી ડો.શ્રી લક્ષ્મણ કનારા ડો.શ્રી પ્રકાશ ચંડેગરા તથા ડો.શ્રી અનુજા તેરાપલ્લી, ડો. નલીન સુમેસરાનાઓની ગાઇડ લાઇન મુજબ સુગમતાપૂર્વકની વ્યવસ્થા ઉભી કરવામાં આવેલ.
આ મહારકતદાન કેમ્પ એટલે કે ‘રકત યજ્ઞ-૨૦૨૫'નુ શ્રી હરીદાસ જીવણદાસ લાલ (બાબુભાઇ લાલ) ચેરીટેબલ ટ્રસ્ટ અને કેદાર લાલ ફાઉન્ડેશન જામનગરના સહયોગથી સુવ્યવસ્થિત અને સુંદર રીતેનુ આયોજન કરવામાં આવેલ. જેમાં ના.પો. અધિ. શ્રી હાર્દિક પ્રજાપતિ, ના.પો.અધિ.શ્રી સાગર રાઠોડ, ના.પો.અધિ.શ્રી વિસ્મય માનસેતા તથા પો.ઇન્સ. શ્રી કે.કે. ગોહિલ, એલ.સી.બી., પો.ઇન્સ.શ્રી પી.સી. સીંગરખીયા એસ.ઓ.જી., પો.ઇન્સ.શ્રી બી.જે. સરવૈયા ખંભાળીયા પોલીસ સ્ટેશન, પો.ઇન્સ.શ્રી ડી.પી. ભટ્ટ દ્વારકા પોલીસ સ્ટેશન, પો.સ.ઇ.શ્રી યુ.બી. અખેડ કલ્યાણપુર પોલીસ સ્ટેશનનાઓ દ્વારા અથાગ પરીશ્રમ દાખવવામાં આવેલ જેના પરીણામ ફલ સ્વરૂપ સમાજના વિવિધ વર્ગ-ધર્મ- જાતિના પુરૂષ-મહીલાઓ સહિત જિલ્લાના પોલીસ અધિકારીશ્રીઓ- કર્મચારીઓ, હોમગાર્ડઝ, જી.આર.ડી., ટી.આર.બી.ના જવાનો તથા નેવી, બી.એસ.એફ., કોસ્ટગાર્ડ, એમ.ટી.એફ. ફોર્સના જવાનો તથા બિનસરકારી સંસ્થાઓ, હોટલ એસોશિયેશન, ધાર્મિક સંસ્થાઓ સાથે સંકળાયેલ સંતો-મહંતો, દ્વારકાધીશ મંદીરે પધારેલ દર્શનાર્થીઓ વિગેરે આ માનવસેવારૂપી મહા રકતદાન કેમ્પમાં જોડાયેલ.
ખાસ કરીને પાકીસ્તાનથી કુલ ૧૧ લોકો ભગવાનશ્રી દ્વારકાધીશના દર્શનાર્થે પધારેલ જેઓને આ રકત યજ્ઞ-૨૦૨૫ની જાણકારી થતા જ તેઓએ દ્વારકા મેગા રકતદાન કેમ્પની મુલાકાત લઇ પોતાની સ્વેચ્છાએ રકતદાન કરી ધન્યતાની અનુભૂતિ કરેલ.‘રકત યજ્ઞ-ર૦ર૫' માં ખંભાળીયા તેમજ દ્વારકા ખાતેના કેમ્પોમાં જામ ખંભાળીયા, જામનગર તથા અમદાવાદની કુલ ૩ જનરલ હોસ્પીટલ તથા ૪ બ્લડ બેંકોના ૧૧ ડોકટરની કુલ ૮ ટીમો કાર્યરત રહેલ. જેમાં અનુભવી ડોકટર્સ મળી કુલ ૧ર૬ જેટલા મેડીકલ સ્ટાફ સતત ખડેપગે રહી અવિરતપણે પોતાની સેવાઓ પુરી પાડેલ.
‘રકત યજ્ઞ-ર૦રપ'માં તમામ રકતદાતાઓ તરફથી સારો એવો પ્રતિસાદ મળતા આ મેગા બ્લડ ડોનેશન કેમ્પ અદભૂત અને ઐતિહાસિક રીતે સફળતાપૂર્વક સંપન્ન કરેલ છે. આ મેગા બ્લડ ડોનેશનના ખંભાળીયા ખાતેના કેમ્પમાંથી ૧૫૦૩ યુનિટ બ્લડ તથા દ્વારકા ખાતેના કેમ્પમાંથી ૧૧૪૮ યુનિટ બ્લડ મળી ભગવાનશ્રી દ્વારકાધીશની ભૂમિ એવા દેવભૂમિ દ્વારકા જિલ્લામાં ઐતિહાસિક દાખલા રૂપેની કુલ ૨૬૫૧ યુનિટ બ્લડ એકત્રિત કરેલ.
દ્વારકા એસપી નીતીશ પાડેના નેતૃત્વમાં યોજાયેલ કેમ્પની વિશેષતા એ હતી કે, હાલ પાકિસ્તાન વસતા હિન્દુ પરિવારના ૧૧ લોકો દ્વારકાધીશના દર્શને આવેલ તેમને પોલીસ અને પબ્લિક વચ્ચેના અદભુત પ્રેમના સેતુ જેવા આ અભિયાનની જાણ થતા હોશે હોશે રકતદાન કરી એક ઉમદા માનવ ધર્મનું ઉદાહર પુરૂ પાડેલ.(૬.૧)
(2:31 PM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
