<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Monday, 7th April 2025

કૈલાસ ધામ દ્વારા ૫૧૦ બહેનોની નિંમણુંક

 ગાંધીનગર મહુડી રોડ પર પેથાપુર ખાતે આવેલ સનાતન ધર્મ સેવા સંસ્‍થા ટ્રસ્‍ટ કૈલાશધામ દ્વારા  સનાતન ધર્મના સર્વોચ્‍ચ ધર્મ ગુરૂ દ્વારકાધીશ ના જગતગુરુ શંકરાચાર્ય સદાનંદ સરસ્‍વતીજી મહારાજ નાં આશીર્વાદ અને પરમ પૂજ્‍ય મુક્‍તાનંદ બાપના માર્ગદર્શન હેઠળ તેમજ ઉષા કપુરનાં પ્રમુખ પદે ગુજરાતનાં ૩૩  જીલ્લાઓ માંથી એક સાથે ૫૧૦ બહેનો ની નિમણૂક આપવામાં આવી

જુનાગઢ જીલ્લા માંથી પ્રમુખ પદે. કૈલાસ બેન ઉમેશ ચંદ્ર વેગડા.   ઉપપ્રમુખ પદે  ગીતા બેન બાબુભાઈ મહેતા  મંત્રી. પદે  આરતી બેન સંજયભાઈ ભરાડ  મહામંત્રી, સુનીતાબેન પરાગભાઇ સેવક, ખજાનચી, રશીલાબેન ચંદ્રકાંતભાઈ તેરૈયા  તેમજ કારોબારી સમિતીમાં  વાલીબેન વદરરૂપલબેન ગઢવી, વર્ષાબેન બોરીસાગર, કંચન બેન દવે, દક્ષાબેન મોઢા, આરતી બેન વાઘેલા, રંજન બેન પાઠક, હિનાબેન મકવાણા, જીક્ષાબેન  દેસાઈ ની નિમણૂક આપવામાં આવી આ બહેનો   સનાતન ધર્મનો પ્રચાર કરશે. સનાતન ધર્મના તહેવારો  વ્‍યવસ્‍થિત રીતે ઉજવશે અને શાષા નું જ્‍યાં વાંચન થતું હશે તેમાં પણ વ્‍યવસ્‍થા સંભાળશે  સમાજ જરૂરિયાત ઉભી થશે ત્‍યારે આરોગ્‍ય શિક્ષણ નું પણ કામ કરશે  નારી સશક્‍તિકરણ   કામ કરશે મંદિરમાં સ્‍વચ્‍છતામાં પણ મદદ કરશે.(૪૦.૧૭)

 

(2:32 PM IST)