News of Monday, 7th April 2025
રાજસ્થાનના અનિલ જાટ અને પવનસિંહ સહિતની બુટલેગર ટોળકી સામે ગુજસીટોક
અનિલ જાટ અને પવનસિંહ મહેચ્છાના શીરે હત્યા, ખંડણી, આર્મ્સ એકટ, સરકારી કર્મચારીઓ ઉપર હુમલા અને શરીર સંબંધી ગુન્હાઓ મળી પર ગુન્હાઓઃ ગુજરાતમાં પ્રોહીબીશનના ર૩ થી વધુ ગુન્હા : કચ્છના પુના ભરવાડ અને રાજસ્થાનના તૌફીક સહિત ૬ સાગ્રીતો પણ ઝપટે : ચારેય સામે ૧૮૧ થી વધુ ગુન્હાઓ : સ્ટેટ મોનીટરીંગ સેલના નિલિપ્ત રાયનો સપાટો

રાજકોટ, તા., ૭: રાજસ્થાનના ૩ અને કચ્છના એક સહિત દારૂના ગેરકાયદે ધંધા સાથે સંકળાયેલા મોટા ગજાના બુટલેગરો સામે સંગઠીત ગુન્હો આચરવા બદલ ગુજસીટોક હેઠળ ગુન્હો નોંધવામાં આવ્યો છે. ઉપરોકત ટોળકીના મુખ્ય સુત્રધાર અનિલ જગદીશપ્રસાદ જાટ ઉર્ફે અનિલ પાંડયા રહે. રૂપનગર, તા. ફતેપુર, જી. સીકર, રાજસ્થાન, પવનસિંહ ભાખરસિંહ મહેચ્છા રહે. આગોર, જી. બાડમેર, રાજસ્થાન, તૌફીક નજીરખાન મુસલમાન રહે. ચુરૂ રાજસ્થાન અને રાપર કચ્છના પુના ભાણા ભરવાડ અને ટોળકીના અન્ય બે સભ્યો સહિત ૬ સામે ગુજસીટોક હેઠળ ગુન્હો નોંધવામાં આવ્યો છે. તાજેતરમાં સ્ટેટ મોનીટરીંગ સેલને પોલીસ સ્ટેશન તરીકે દરજ્જો મળ્યા બાદ ગુજસીટોક હેઠળ આ બીજો ગુન્હો નોંધવામાં આવ્યો છે.
અનિલ જાટ અને પવનસિંહ મહેચ્છા સામે રાજસ્થાનમાં હત્યા, ખંડણી, આર્મ્સ એકટ, સરકારી-આબકારી, કર્મચારી ઉપર હુમલા, પ્રોહીબીશન એકટ ભંગ અને શરીર સંબંધી કુલ પર ગુન્હાઓ નોંધાયા છે. આ બંને સામે ગુજરાતમાં જ પ્રોહીબીશન એકટના ભંગ બદલ ર૩ ગુન્હાઓ નોંધાયા છે. જયારે ટોળકીના પુના ભરવાડ સહિત ૬એ સામે ૧૮૧ થી વધુ ગુન્હાઓ નોંધાયા છે. આ ગુન્હાહીત રેકર્ડને ધ્યાને રાખી કચ્છ રેન્જ મહાનિરિક્ષક પાસે સંગઠીત ગુન્હા આચરવા બદલ ગુજસીટોક હેઠળ ગુન્હા નોંધવા દરખાસ્ત કરવામાં આવી હતી. જેને મંજુરી મળતા ગાંધીનગર સ્ટેટ મોનીટરીંગ સેલમાં ગુન્હો નોંધી ધરપકડની તજવીજ હાથ ધરવામાં આવી છે તેમ સ્ટેટ મોનીટરીંગ સેલના નાયબ પોલીસ અધિક્ષક કે.ટી.કામરીયાએ જણાવ્યું હતું.
અત્રે એ ઉલ્લેખનીય છે કે, ગાંધીના ગુજરાતમાં કહેવાતી દારૂબંધી વચ્ચે વરસે દહાડે કરોડો રૂપીયાનો દારૂ ઝડપાતો હોય છે અને તેનાથી અનેકગણો વેચાતો હોય છે. કાયદાની છટકબારીઓને લઇને દારૂના ધંધા સાથે જોડાયેલા મોટા ગજાના બુટલેગરો અને તેની સપ્લાયર સીન્ડીકેટના સભ્યોને પોલીસ અને કાયદાનો ડર ન હોય તે રીતે આખુય નેટવર્ક ચાલી રહયું છે. પાશેરામાં પુણી સમાન કામગીરી કરતી પોલીસ પણ બુટલેગરો સાથે આર્થીક રીતે સંકળાયેલી હોય છે ત્યારે આ સીન્ડીકેટને નાથવા રાજયમાં સ્ટેટ મોનીટરીંગ સેલની રચના છેલ્લા કેટલાક વર્ષોથી કરવામાં આવી છે. થોડા વર્ષો અગાઉ આ સેલની કામગીરી પણ શંકાના દાયરામાં આવતી હતી. આ વચ્ચે જયારથી સ્ટેટ મોનીટરીંગ સેલની ધુરા નિર્લિપ્ત રાયને સોંપવામાં આવી છે. ત્યારથી રાજયમાં રાજસ્થાન, યુપી, પંજાબ, મહારાષ્ટ્રથી ઘુસાડાતો ગેરકાયદે દારૂનો જથ્થો ઝડપી લેવાનો ગ્રાફ સડસડાટ ઉંચે જઇ રહયો છે. (૪.૩૧)
(3:17 PM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
