News of Monday, 7th April 2025
હવે યુવતીઓનો પેડલર તરીકે ઉપયોગ...૨૬ કિલો થી વધુ ગાંજા સાથે એક મહિલા સહિત બે ઓરિસ્સાનાં પેડલરો ઝડપાયા
નો ડ્રગ્સ ઈન સુરત અભીયાન પોલીસ કમિશનર અનુપમસિંહ ગેહલોતે લોકો અને પોલીસ ટીમના સહયોગથી ટોપ પ્રાયોરીટી પર મૂકતા ડ્રગ્સ માફિયા હવે નવી પેટર્ન અમલમાં મૂકી રહ્યા છે....ડીસીપી ભગીરથ ગઢવીની અકિલા સાથે વાતચીત :કાલે અડધા કરોડનું ડ્રગ્સ sog દ્વારા ઝડપાયા પછી ગાંજા ડિલિવરીનું નેટ વર્ક સેકટર વડા વાબાંગ ઝમીર, ડીસીપી ગઢવી, ડીસીપી ચિરાગ પટેલના માર્ગદર્શનમાં ઝડપી લેવામાં ઉધના પીઆઇ એસ. એન. દેસાઈ ટીમને મોટી સફળતા

રાજકોટ તા.૭: નો ડ્રગ્સ ઈન સુરત અભિયાન અંતર્ગત પોલીસ કમિશનર અનુપમસિહ ગેહલોત દ્વારા પ્રજાના તમામ વર્ગને સાથે રાખી અને જબરજસ્ત અભિયાન પોતાની ટીમ દ્વારા ચલાવાતા ડ્રગ્સ માફીયાઓ માટે ખૂબ મુશ્કેલી થતાં, હવે પેડલરો તરીકે યુવતીઓનો ઉપયોગ વ્યાપક પ્રમાણમાં કરવામાં આવી રહ્યાનું વધુ એક વખત પુરવાર થયાનું ડીસીપી ભગીરથ ગઢવી એ અકિલા સાથેની વાતચીતમાં જણાવ્યું છે.
સેક્ટર વડા વાંબંગ જમીરનાં , ડીસીપી ભગીરથ ગઢવી, ડીસીપી ચિરાગ પટેલના માર્ગદર્શન નીચે ઉધના પીઆઇ એસ.એન. દેસાઈનાં સુકાની પણ નીચે સેકન્ડ પીઆઇ વી.બી.ગોહિલ , પીએસઆઈ વી.કે.ઈશરાની ટીમ પોલીસ કમિશ્નરની ટોપ પ્રાયોરીટી વાળા અભિયાન અંતર્ગત આ નવી પેટર્નનું નેટવર્ક છીનભિન્ન કરવા એક્ટિવ મોડમાં હતા એવા સમયે એક મહત્વની બાતમી આધારે ૨૪ કિલો ૫૮ ગ્રામ ગાંજા સાથે એક મહિલા સાથે અન્ય એક પેડલરને મુદ્દામાલ સાથે સર્વેલન્સ સ્ટાફનાં કલ્પેશ કાળુભાઇને બાતમી આધારે ઝડપી લેવામાં આવેલ છે.
પકડાયેલ મહીલાનું નામ છબિત હોવાનું અને તે તથા તેનો સાથી ટુન્ના સેટી બન્ને ઓરિસ્સાના હોવાનું ખૂલ્યું છે. વિશેષ તપાસ ચાલી રહ્યાનું ડીસીપી ભગીરથ ગઢવી એ જણાવ્યું છે.
(3:34 PM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
