<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Monday, 7th April 2025

રક્ષિતકાંડમાં મિસ્ટ્રી ગર્લ નિકિતા અને અનધર રાઉન્ડનું રહસ્ય ખુલ્યું :પ્રાંશુએ પોલીસ સામે વટાણા વેરી નાખ્યા

વડોદરા અકસ્માત કેસમાં રક્ષિત્રનો મિત્ર સુરેશ ભરવાડ પણ પકડાઈ ગયો:પ્રાંશુએ અનધર રાઉન્ડ અને નિકિતાના નામની બૂમો અંગે મોટો ખુલાસો કર્યો

વડોદરા :બહુચર્ચિત રક્ષિત કાંડ હિટ એન્ડ રન કેસમાં અનધર રાઉન્ડ અને નિકિતાના નામનું રહસ્ય ખુલી ગયું છે. વડોદરા અકસ્માત કેસમાં રક્ષિત્રનો મિત્ર સુરેશ ભરવાડ પણ પકડાઈ ગયો છે. જેમાં પ્રાંશુએ અનધર રાઉન્ડ અને નિકિતાના નામની બૂમો અંગે મોટો ખુલાસો કર્યો છે.  

કારેલીબાગ પોલીસે ગાંધીનગર FSL માં મોકલેલ બ્લડ રિપોર્ટના સેમ્પલ પોલીસને મળ્યા હતા. જેમાં રક્ષિત ચોરસિયા, પ્રાંશુ ચૌહાણ અને સુરેશ ભરવાડે ગાંજો પીધો હોવાનું રિપોર્ટમાં સામે આવ્યું હતું. સુરેશ ભરવાડના ઘરે ત્રણેય મિત્રોએ ગાંજો પીધો હોવાનું સામે આવ્યું હતું. પ્રાશુંએ રક્ષિતના અનધર રાઉન્ડ અને નિકિતાનું રહસ્ય પોલીસ સામે છતું કર્યું છે.

પ્રાશુંએ જણાવ્યું કે, રક્ષિતને ફરી વાર ગાંજો પીવો હતો એટલે અનધર રાઉન્ડની બૂમો પાડી રહ્યો હતો. ગાંજો પીતા સમયે રક્ષિતે આઈ લાઈક નિકિતા કહ્યું હતું. નિકિતા નામની યુવતીને તે એક તરફી પ્રેમ કરે છે.

રક્ષિત અને પ્રાંશુ સાથે ગાંજો પીનાર સુરેશ ભરવાડની પણ ધરપકડ કરવામાં આવી છે. આરોપી સુરેશ ભરવાડ ફરાર હતો. જેથી પોલીસે મહારાષ્ટ્ર અને મધ્યપ્રદેશની બોર્ડર પર આવેલા પલાસનેર ગામ નજીકથી તેને ઝડપી પાડ્યો હતો.

 

(6:53 PM IST)