News of Monday, 7th April 2025
15મી પછી ધોરણ 12 વિજ્ઞાન પ્રવાહનું પરિણામ જાહેર થવાની શકાયતા : માસાંતે 12 સામાન્ય પ્રવાહનું પરિણામ આવી શકે
મે મહિનાની શરૂઆતમાં ધોરણ 10ની બોર્ડની પરીક્ષાનું પરિણામ આવી શકે છે

ગાંધીનગરથી શિક્ષણ જગતને લઈ સૌથી મોટા સમાચાર સામે આવ્યા છે. વિગતો મુજબ ધોરણ 10 અને 12ની બોર્ડની પરીક્ષાના પરિણામને લઈ આ અપડેટ સામે આવી છે. 15 એપ્રિલ પછી ધોરણ 12 વિજ્ઞાન પ્રવાહનું પરિણામ જાહેર થવાની સંભાવના છે. આ સાથે એપ્રિલના અંતિમ સપ્તાહમાં 12 સામાન્ય પ્રવાહનું પરિણામ આવી શકે છે. આ સાથે મે મહિનાની શરૂઆતમાં ધોરણ 10ની બોર્ડની પરીક્ષાનું પરિણામ આવી શકે છે. જોકે આ અંગે હજી સુધી સત્તાવાર જાહેરાત થઈ નથી.
ગુજરાત માધ્યમિક અને ઉચ્ચત્તર માધ્યમિક શિક્ષણ બોર્ડ, ગાંધીનગર દ્વારા પરીક્ષા ફેબ્રુઆરી-માર્ચ 2025માં યોજાઇ હતી. જેમાં ધોરણ 10, ધોરણ 12 સામાન્ય પ્રવાહ અને વિજ્ઞાન પ્રવાહની જાહેર પરીક્ષા 27 ફેબ્રુઆરી, 2025થી પૂર્ણ થઈ હતી. જે બાદમાં હવે આ બોર્ડ પરીક્ષાના પરિણામને લઈ મોટી અપડેટ સામે આવી છે કે, એપ્રિલના અંતિમ સપ્તાહમાં બોર્ડ પરીક્ષાનું પરિણામ જાહેર થઈ શકે છે.
(7:04 PM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
