<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Monday, 7th April 2025

કોંગ્રેસમાં 2 પ્રકારના ઘોડા મામલે અર્જુન મોઢવાડિયાનો જવાબ : કહ્યું- હું સમજાવી નથી શક્યો પણ અમિત ચાવડા તેમને સમજાવે.

અર્જુન મોઢવાડિયાએ જવાબ આપતા કહ્યું - લગ્નના ઘોડા અને રેસના ઘોડા અંગે રાહુલ ગાંધીએ નિવેદન આપ્યું હતું. રાહુલ ગાંધી 12 વર્ષથી આ નિવેદન આપે છે.

અમદાવાદમાં 8 અને 9 એપ્રિલે કોંગ્રેસનું રાષ્ટ્રીય અધિવેશન યોજાશે. અમદાવાદમાં કોંગ્રેસના રાષ્ટ્રીય અધિવેશનની તૈયારી પૂરજોશમાં ચાલી રહી છે. આ બધાની વચ્ચે કોંગ્રેસ નેતા અમિત ચાવડાને અર્જુન મોઢવાડીયાએ જવાબ આપ્યો છે. નોંધનિય છે કે, અમિત ચાવડાએ કોંગ્રેસમાંથી ભાજપમાં આવેલા નેતાઓને અમિત ચાવડાએ ગદર્ભ ગણાવ્યા હતા.

   આ તરફ હવે ભાજપ નેતા અર્જુન મોઢવાડીયાએ અમિત ચાવડા પર પ્રહારો કર્યા છે. અર્જુન મોઢવાડીયાએ કહ્યું કે, કોંગ્રેસમાં 2 પ્રકારના ઘોડા હોવાનું નિવેદન રાહુલ ગાંધીનું છે. રાહુલ ગાંધી 12 વર્ષથી આ નિવેદન આપે છે, હું સમજાવી નથી શક્યો પણ અમિત ચાવડા તેમને સમજાવે.

  કોંગ્રેસ નેતા અમિત ચાવડાને અર્જુન મોઢવાડિયાએ જવાબ આપતા કહ્યું કે, કોંગ્રેસમાં 2 પ્રકારના ઘોડા હોવાનું નિવેદન રાહુલ ગાંધીનું છે. લગ્નના ઘોડા અને રેસના ઘોડા અંગે રાહુલ ગાંધીએ નિવેદન આપ્યું હતું. રાહુલ ગાંધી 12 વર્ષથી આ નિવેદન આપે છે. આ સાથે મોઢવાડીયાએ કહ્યું કે, હું સમજાવી નથી શક્યો પણ અમિત ચાવડા તેમને સમજાવે. તેમણે કહ્યું કે, કોંગ્રેસ નેતાઓ રાહુલ ગાંધીને નથી સમજાવી શકતા. આ સાથે તેમણે કહ્યું કે, કોંગ્રેસના નેતાઓ ભાજપમાં ભળેલા હોવાનું નિવેદન પણ રાહુલન ગાંધીનું છે. ભાજપમાં ભળેલા નેતાઓ કોણ છે તે રાહુલ ગાંધીને જ પૂછો. ભાજપ નેતાઓને નિશાન બનાવે તેનો કોઈ મતલબ નથી.

   8 અને 9 એપ્રિલે અમદાવાદમાં કોંગ્રેસનું રાષ્ટ્રીય અધિવેશન યોજાશે. અમદાવાદમાં કોંગ્રેસના રાષ્ટ્રીય અધિવેશનની તૈયારી પૂરજોશમાં ચાલી રહી છે.. આજે કોંગ્રેસ અધ્યક્ષ મલ્લિકાર્જુન ખડગે અમદાવાદ આવશે. રાષ્ટ્રીય સંગઠન મહામંત્રી કે.સી.વેણુગોપાલ પણ અમદાવાદ આવશે. 8 એપ્રિલે સોનિયા ગાંધી,રાહુલ ગાંધી અને પ્રિયંકા વાડ્રા પણ અમદાવાદ આવશે. અમદાવાદમાં 2 હજાર જેટલા કોંગ્રેસના ડેલિગેટ્સ આવશે. 

કોંગ્રેસના મુખ્ય પ્રવક્તા ડો. મનીષ દોશી એ જણાવ્યું કે કોંગ્રેસના રાષ્ટ્રીય અધિવેશનમાં દેશની સ્થિતિ અંગે ચર્ચા કરવામાં આવશે. દેશમાં વધતી મોંઘવારી, શિક્ષણ, અસમાનતા સહિતના મુદ્દાઓ પર ચર્ચા કરવામાં આવશે. તેમણે જણાવ્યું કે આઝાદ ભારતનું સ્વપ્ન અને ચળવળ અમદાવાદના સાબરમતી આશ્રમ ખાતેથી થઈ હતી. માટે આ સ્થળ ઐતિહાસિક છે.

(7:41 PM IST)