<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Monday, 7th April 2025

બિલ્ડર પાસે ફસાયેલ રૂપિયા મેળવવા યુવકની મદદ લેવી મહિલાને મોંઘી પડી :રૂપિયા પડાવ્યા અને અંગત પળોનો CCTV વાયરલ કર્યો

મહિલાએ પોતાને અને મિત્ર નાઝી પઠાણને બદનામ કરવાના ઈરાદાથી તેઓની જાણ બહાર વીડિયો સીસીટીવી કેમેરામાં રેકોર્ડ કરી વાયરલ કરનારા સામે પોલીસ ફરિયાદ નોંધાવી

અમદાવાદ :બિલ્ડર પાસે ફસાઈ ગયેલા રૂપિયા પાછા મેળવવા માટે એક યુવકની મદદ લેવી મહિલાને ભારે પડી છે, અમદાવાદમાં રહેતી મહિલાને લગ્ન પ્રસંગમાં એક યુવક સાથે પરિચય થયો બંને વચ્ચે મિત્રતા થઈ અને મહિલાએ ફસાયેલા પૈસા કઢાવવા માટે મિત્રની મદદ માગી અને તે મિત્ર એક એનજીઓમાં તેને લઈ ગયો. જ્યાં એનજીઓ સાથે જોડાયેલા ત્રણ લોકોએ મહિલા પાસેથી 5000 રૂપિયા પડાવી લીધા અને મહિલાનો તેના મિત્ર સાથેનો અંગત પળોનો વીડિયો પણ વાયરલ કરી નાખ્યો. જેને લઈને પોલીસ ફરિયાદ નોંધાતા પોલીસે આરોપીઓની શોધખોળ ચાલુ શરૂ કરી છે.

અમદાવાદના રખિયાલ વિસ્તારમાં રહેતી મહિલાએ તેના મિત્ર પાસે મદદ માગી અને તેના મિત્રએ એક એનજીઓમાં લઈ જઈ ત્યાં એનજીઓ ચલાવનાર તેની મદદ કરશે તેવો ભરોસો અપાવ્યો. મહિલા પાસેથી NGO ચલાવનાર શખ્સોએ રજીસ્ટ્રેશનના 5 હજાર રૂપિયા પડાવી લીધા અને બાદમાં ન તો કામ કર્યું કે ન તો પૈસા પાછા આપ્યા. અને મહિલાના દોઢ વર્ષ પહેલાના મિત્ર સાથેના અંગત પળોના CCTV વાયરલ કરી નાખ્યા. જેથી રખિયાલ પોલીસ સ્ટેશનમાં સોહરત સૈયદ ઉર્ફે સન્ની, એડવોકેટ વી.એ શેખ અને રફીક નૂરી નામના શખ્સો સામે ફરિયાદ નોંધાઈ છે. ભોગ બનનાર મહિલા અઢી વર્ષ પહેલા તેની મિત્રના લગ્ન પ્રસંગમાં જુહાપુરા ખાતે ગઈ હતી તે વખતે તેનો પરિચય નાઝી મોહમ્મદ સુલતાન પઠાણ નામના યુવક સાથે થયો હતો. બંનેના મોબાઈલ નંબરની આપ લે થતા વાતચીત શરૂ થઈ હતી અને નાઝી મોહમ્મદ એ પોતે પત્રકાર તરીકે કામ કરે છે અને અજીત મીલ ચાર રસ્તા પાસે એક એનજીઓમાં પણ કામ કરતો હોવાનું જણાવ્યું હતું.

 

થોડાક સમય બાદ મહિલાએ નાઝી મોહમ્મદને ફોન કરી તેના ઇમરાન નામના બિલ્ડર પાસે બે લાખ 70 હજાર રૂપિયા ફસાઈ ગયા છે જે કઢાવી આપવાનું કહેતા નાઝી પઠાણે તેને અજીત મિલ ખાતેની ગણેશ પ્લાઝા બિલ્ડિંગમાં એનજીઓની ઓફિસે બોલાવી હતી. જ્યાં એનજીઓનો પ્રેસિડેન્ટ સોહરત સૈયદ, વાઈસ પ્રેસિડેન્ટ લીગલ એડવાઈઝર એડવોકેટ વસી હૈદર શેખ તેમજ મેમ્બર રફીક પુરી સાથે મુલાકાત થઈ હતી. મહિલાની રજૂઆત સાંભળી આરોપીઓએ બિલ્ડર પાસેથી પાંચ સાત દિવસમાં રૂપિયા કઢાવી આપવાનું કહીને એન્ટ્રી ફી 5000 રૂપિયા લીધી હતી અને થોડાક દિવસમાં ફોન કરવાનું કહ્યું હતું. જોકે એક સપ્તાહ સુધી મહિલા ને ફોન ના આવતા તેણે નાઝી પટેલને વાત કરતા તેણે મહિલાને એનજીઓ ઓફિસ ખાતે બોલાવી હતી જ્યાં તે પહોંચતા ઓફિસમાં ત્રણે આરોપીઓ હાજર હતા અને થોડીવાર બાદ તેઓ બહાર નીકળતા મહિલા અને તેના મિત્ર નાઝી પઠાણ બંનેએ એકબીજાની ઈચ્છા બીભત્સ ચેનચાળા કર્યા હતા. 

તે ઘટનાનો દોઢ વર્ષ પહેલાંનો વીડિયો ત્રણે આરોપીઓ એકબીજાની મદદથી મેળવ્યો હતો અને સોહરત સૈયદ નામના આરોપીએ થોડા દિવસો પહેલા સોશિયલ મીડિયા ગ્રુપમાં શેર કર્યો, તેમજ ફેસબુક પર પણ વીડિયો અપલોડ કરતા મહિલાને અંગે જાણ થઈ હતી. જેથી આ મામલે રખિયાલ પોલીસ સ્ટેશનમાં મહિલાએ પોતાને અને મિત્ર નાઝી પઠાણને બદનામ કરવાના ઈરાદાથી તેઓની જાણ બહાર વીડિયો સીસીટીવી કેમેરામાં રેકોર્ડ કરી વાયરલ કરનારા સામે પોલીસ ફરિયાદ નોંધાવી છે. આ મામલે રખિયાલ પોલીસે સોહરત સૈયદ, વસી હૈદર શેખ અને રફીક નુરી સામે ગુનો દાખલ કરી તેઓની શોધખોળ શરૂ કરી છે. ત્યારે આરોપીઓના ઝડપાયા બાદ આ કેસમાં અન્ય ખુલાસાઓ થઈ શકે છે.

 

(7:53 PM IST)