તા. ૭ સપ્ટેમ્બર ર૦ર૫ વિક્રમ સંવત ર૦૮૧ ભાદરવો સુદ – ૧૫ રવિવાર
News of Monday, 7th April 2025
રાજ્યમાં ડુંગળીનો સૌથી ઉંચો ભાવ ખંભાત માર્કેટયાર્ડમા 500 રૂપિયા સુધી બોલાયો : જાણો અન્ય 15 યાર્ડના ભાવ :જુઓ સંપૂર્ણ યાદી
ગુજરાતની 15 માર્કેટ યાર્ડમાં કુલ 10,534.85 ટન ડુંગળીની આવક થઇ: જાણો કયા માર્કેટ યાર્ડમાં કેટલા ટન ડુંગળીની આવક

અમદાવાદ : આજે ગુજરાતની 15 માર્કેટ યાર્ડમાં કુલ 10,534.85 ટન ડુંગળીની આવક થઇ હતી. જેમાં રાજ્યમાં ડુંગળીનો સૌથી ઉંચો ભાવ ખંભાત માર્કેટ યાર્ડમા 500 રૂપિયા બોલાયો હતો. રાજકોટ યાર્ડમાં ડુંગળીનો ઉંચો ભાવ 285 રૂ. અને નીચો ભાવ 65 રૂપિયા સુધી બોલાયો હતો. આ સિવાય નડિયાદમાં 460 રૂ., પાદરામાં 400 રૂ., જામનગરમાં 355 રૂ., મહેસાણા 340 રૂ., અમદાવાદમાં 320 રૂ., ગોંડલમાં 261 રૂપિયા ઉંચો ભાવ રહ્યો હતો.
કેન્દ્રીય કૃષિ અને ખેડૂત કલ્યાણ મંત્રાલયની કોમોડિટીની દૈનિક વિગતો દર્શાવતી વેબસાઈટ અનુસાર આજે ગુજરાતમાં વિવિધ માર્કેટિંગ યાર્ડમાં કુલ 10,534.85 ટન ડુંગળીની આવક થઇ છે.


(9:34 PM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
