<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Monday, 7th April 2025

રાજ્યમાં મગફળીનો સૌથી ઉંચો ભાવ જામનગર માર્કેટ યાર્ડમા 1369 રૂપિયા બોલાયો : જાણો 19 યાર્ડના ભાવ :જુઓ સંપૂર્ણ યાદી

ગુજરાતની 19 માર્કેટ યાર્ડમાં કુલ 825.94 ટન મગફળીની આવક થઇ: જાણો કયા માર્કેટ યાર્ડમાં કેટલા ટન મગફળીની આવક

અમદાવાદ : આજે ગુજરાતની 19 માર્કેટ યાર્ડમાં કુલ 825.94 ટન મગફળીની આવક થઇ હતી. જેમાં રાજ્યમાં મગફળીનો સૌથી ઉંચો ભાવ જામનગર માર્કેટ યાર્ડમા 1369 રૂપિયા બોલાયો હતો. રાજકોટમાં ઉંચો ભાવ 1070 રૂ. અને નીચો ભાવ 800 રૂપિયા સુધી બોલાયો હતો. આ સિવાય ગોંડલમાં 1231 રૂ., પોરબંદરમાં 1125 રૂ., વેરાવળમાં 1121 રૂ., માંગરોળમાં 1105 રૂ., વિસાવદરમાં 1101 રૂપિયા ઉંચો ભાવ રહ્યો હતો.

કેન્દ્રીય કૃષિ અને ખેડૂત કલ્યાણ મંત્રાલયની કોમોડિટીની દૈનિક વિગતો દર્શાવતી વેબસાઈટ અનુસાર આજે ગુજરાતમાં વિવિધ માર્કેટિંગ યાર્ડમાં કુલ 825.94 ટન મગફળીની આવક થઇ છે.

(9:33 PM IST)