<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Monday, 7th April 2025

રાજ્યમાં જીરાનો સૌથી ઉંચો ભાવ ઉંઝા માર્કેટિંગ યાર્ડમાં 6350 રૂપિયા બોલાયો : જાણો અન્ય 36 યાર્ડના ભાવ :જુઓ સંપૂર્ણ યાદી

ગુજરાતની 36 માર્કેટિંગ યાર્ડમાં કુલ 3,108.71 ટન જીરાની આવક થઇ: જાણો કયા માર્કેટ યાર્ડમાં કેટલા ટન જીરાની આવક

અમદાવાદ : આજે ગુજરાતની 36 માર્કેટિંગ યાર્ડમાં કુલ 3,108.71 ટન જીરાની આવક થઇ છે. રાજ્યમાં જીરાનો સૌથી ઉંચો ભાવ ઉંઝા માર્કેટિંગ યાર્ડમાં 6350 રૂપિયા બોલાયો છે. ઉંઝા માર્કેટિંગ યાર્ડમાં નીચો ભાવ 4 હજાર રૂપિયા બોલાયો હતો. આ ઉપરાંત રાધનપુરમાં 5501 રૂ., ડીસામાં 5300 રૂ., ગોંડલમાં 5281 રૂ., થરામાં 5201 રૂ., બાબરામાં 5111 રૂ., રાજકોટમાં 5 હજાર રૂપિયા ભાવ બોલાયો હતો.

કેન્દ્રીય કૃષિ અને ખેડૂત કલ્યાણ મંત્રાલયની કોમોડિટીની દૈનિક વિગતો દર્શાવતી વેબસાઈટ અનુસાર આજે ગુજરાતમાં વિવિધ માર્કેટિંગ યાર્ડમાં જીરાની કુલ 3,108.71 ટન આવક થઇ છે.

(9:43 PM IST)