<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Monday, 7th April 2025

અમદાવાદના નવા નરોડામાં પેટીએમ કર્મચારી બનીને દુકાનદાર સાથે 98 હજારની છેતરપિંડી: બે શખ્શો વિરુદ્ધ ફરિયાદ

PAYTM સાઉન્ડ બોક્સના માસિક ચાર્જ અંગે વાત કરીને મશીનમાં ચાર્જ ચેક કરવાનું કહી દુકાનદારનો મોબાઈલ ફોન મેળવી 98 હજારની છેતરપિંડી કરી

અમદાવાદના નવા નરોડામાં પેટીએમ કર્મચારી બનીને રુપિયા 98 હજારની છેતરપિંડી આચરી છે. નવા નરોડાના એક દુકાનદાર પાસે બે અજાણ્યા વ્યક્તિઓ આવ્યા અને પોતે PAYTM કંપનીમાંથી આવતા હોવાની ઓળખ આપી. PAYTM સાઉન્ડ બોક્સના માસિક ચાર્જ અંગે વાત કરીને દુકાનદારનો વિશ્વાસ જીત્યો અને મશીનમાં ચાર્જ ચેક કરવાનું બહાનું બનાવીને દુકાનદારનો મોબાઈલ ફોન મેળવી રુપિયા 98 હજારની છેતરપિંડી કરી છે.

દુકાનદારને વિશ્વાસમાં લઈને તેનો ફોન પોતાના કબજામાં લઈ અજાણ્યા ઈસમોએ તેના Google Pay એકાઉન્ટમાં પ્રવેશ મેળવી પાસવર્ડ/પિન બદલી નાખ્યો અને તેની જાણ બહાર રૂપિયા 98 હજારનું ટ્રાન્ઝેક્શન SALONI LOGISTIC નામની કંપનીમાં કરી દીધી હતું. બાદમાં તેઓ મેસેજ ડીલીટ કરીને મોબાઈલ પાછો આપીને ત્યાંથી નીકળી ગયા હતા.

 

આ સમગ્ર ઘટનાની જાણ દુકાનદારને છેતરપિંડી થયાના બે દિવસ પછી થઈ હતી. જ્યારે દુકાનદાર તેમના ફોનમાંથી પેમેન્ટ કરવા ગયા ત્યારે તેમના ફોનમાં UPIનો પિન ખોટો પડ્યો. ત્યારબાદ દુકાનદારે બેંકમાં જઈને પોતાના ખાતાનું સ્ટેટમેન્ટ ચેક કરાવ્યું હતું, જેમાં રૂપિયા 98 હજારનું ટ્રાન્ઝેક્શન થયું હોવાની જાણ થઈ હતી. હાલ દુકાનદારે સાબરક્રાઈમ પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધાવી છે.

 

દુકાનદારે આરોપીઓને ઓળખવા માટે સાબરક્રાઈમ પોલીસને પોતાના ફોનમાંથી થયેલા પેમેન્ટનો સ્ક્રીનશોટ, બેંક સ્ટેટમેન્ટ અને સીસીટીવી શેર કરી આરોપીઓ સામે કાર્યવાહી કરવાની માંગ કરી છે.

 



 

(11:52 PM IST)