<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Tuesday, 8th April 2025

પાટણા ગામમાં ભાજપના યુવા જિલ્લા પ્રમુખ નીલ રાવના સન્માન નો ભવ્ય સમારોહ યોજાયો

(ભરત શાહ દ્વારા )નર્મદા:નર્મદા જિલ્લા બીજેપીના જિલ્લા પ્રમુખ નીલ રાવનું ઠેર ઠેર સન્માન થઈ રહ્યું છે જેમાં ગતરોજ નાંદોદ તાલુકાના પાટણા ગામ ખાતે પણ ભવ્ય સ્વાગત કરવામાં આવ્યું હતું

    આ પ્રસંગે અભિવાદન રેલીમાં ગામને ભાજપના ઝંડાઓ અને ફૂલોથી શણગારવામાં આવ્યું હતું. કાર્યકર્તાઓમાં અનેરો ઉત્સાહ જોવા મળ્યો. અનોખી પહેલ રૂપે સમર્થકો એ ફૂલહાર અને બુકેને બદલે નોટબુક આપી શુભેચ્છા પાઠવી, જેનાથી વિદ્યાર્થીઓને શિક્ષણમાં મદદ મળશે.
     યુવા જિલ્લા પ્રમુખ નીલભાઈએ ભાવુક બની તેમના ઉદ્દબોધનમાં જણાવ્યું કે તમારો વિશ્વાસ મારી મૂડી છે. આ ગામે મને જન્મ આપ્યો, ઉછેર્યો અને સન્માન આપી માથું ઊંચું કર્યું. સામાજિક ઉત્થાન માટે હું ચોક્કસ પ્રામાણિકતાથી કામ કરીશ. તેમણે ગામને આદર્શ બનાવવાનો સંકલ્પ દર્શાવ્યો અને સૌર ઊર્જા, ડિજિટલ ઈન્ડિયા, પીએમ કિસાન, ઉજ્જવલા જેવી યોજનાઓની સફળતા પર પ્રકાશ પાડ્યો. તેમણે યુવાનોને સ્કિલ ઈન્ડિયાથી આગળ આવવા અને જિલ્લાને કુપોષણ મુક્ત બનાવવા પ્રોત્સાહિત કર્યા. આ પ્રસંગે બીજેપી ના હોદ્દેદારો, કાર્યકરો અને ગ્રામજનો મોટી સંખ્યા માં ઉપસ્થિત રહ્યા હતા.

(12:07 AM IST)