હેં...વારાણસીમાં ભાજપનો પરાજય 9:51 AM
રાજપીપળા નગરપાલિકામાં નવા રોજમદાર કે કરાર આધારિત કર્મીની ભરતી પર સુરત RCM ઓફિસે મારી બ્રેક
પાલિકા એ રોજમદાર કે કરાર આધારિત કર્મચારીઓની ભરતી કરવી હશે તો સુરત RCM ઓફિસની મંજૂરી લેવી પડશે

(ભરત શાહ દ્વારા ) નર્મદા:નર્મદા જિલ્લામાં આવેલી એક માત્ર રાજપીપળા નગરપાલિકામાં વિવિધ વિભાગોમાં રોજમદાર કર્મચારીઓ 150 થી વધુ કામગીરી કરે છે. તેમના પગારથી લઈને અન્ય સુવિધાઓ પાલિકાના સ્વ ભંડોળમાંથી આપે છે. એક બાજુ પાલિકા પર 6 કરોડ રૂપિયાનું વીજ બીલ બાકી છે જેના માટે સરકાર પાસે પાલિકાએ લોન લીધી છે. આ સાથે આર્થિક મુશ્કેલીનો સામનો કરતી રાજપીપળા નગરપાલિકા જો હવે નવા કર્મચારીઓની ભરતી કરે તો તેનું આર્થિક ભારણ વધે એટલે રાજપીપલા નગરપલિકાની પરિસ્થિતિને જોતા રિજિયોનલ કમિશ્નર ઓફ મ્યુનિસિપાલિટી, સુરત ( RCM ) એ તમામ નગરપાલિકાઓમાં લેખિત પત્ર લખી સૂચના આપી છે કે કોઈ પણ કર્મચારી હવે રોજમદાર કે કરાર આધારિત તરીકે લેવા હોય તો પહેલા સુરત કચેરીની મંજૂરી લેવી પડશે બાદમાં જો યોગ્ય લાગશે અને મંજૂરી અપાશે પછી જ કર્મચારી લઇ શકાશે.
પ્રાપ્ત માહિતી અનુસાર નાગરપલિકાઓમાં મોટેભાગે સભ્યો પોતાના સંબંધીઓ કે સગા વ્હાલાને રોજમદાર તરીકે તેની કાબિલિયત પ્રમાણેની જગ્યામાં નોકરી અપાવી દે છે અને સભ્યોની ભલામણોને પ્રમુખ કે મુખ્ય આધિકારીઓએ માનવું પડતું હોય છે. જેથી ભલામણો વધતી જાય અને રોજમદારો પણ વધતા જાય જેમાં સમગ્ર બોજ પાલિકા પર પડે અને આર્થિક પરિસ્થિતિ વધુ નબળી જે તે પાલિકાની થઇ જતી હોય છે, આ સાથે શહેરની સ્ટ્રીટ લાઈટો, કચેરીની લાઈટ, ફિલ્ટર પ્લાન્ટ અને વોટરવર્કસના લાઈટ બીલો મોટી રકમમાં આવતું હોવાથી પાલિકાની આર્થિક સ્થિતિ વધુ ખરાબ બને છે જેમાં પાલિકા સ્થાનિક લોકોને સુવિધાઓ ના આપી શકે કે ના કર્મચારીઓના પગાર સમયસર કરી શકે આવી પરિસ્થિતિ ના નિર્માણ પાછળ રોજમદારો કે કરાર આધારિત ભરતી હોય જ્યા સુધી રિજિયોનલ કમિશનર ઓફ મ્યુનિસિપાલિટી સુરત મંજૂરી ના આપે ત્યાં સુધી રાજપીપલા નાગરપલિકાના સત્તાધીશો નવી એક પણ ભરતી કરી શકશે નહિ









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
