<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Tuesday, 8th April 2025

પોલીસ બેડામાં મોટા ફેરફાર : રાજકોટના 13 સહીત રાજ્યના 182 પોલીસ સબ ઇન્સપેક્ટરોની તાત્કાલીક અસરથી બદલી:જુઓ સંપૂર્ણ યાદી

મોટા ભાગના પોલીસ કર્મીઓની બદલી જાહેરહિત માટે કરવામાં આવી હોવાનો પરિપત્રમાં ઉલ્લેખ કરાયો

અમદાવાદ :રાજ્યમાં પોલીસ વિભાગમાં એક પછી એક બઢતી અને બદલીના નિર્ણયો લેવામાં આવી રહ્યા છે. સોમવારે PSI ને બઢતીના આદેશો જારી કરવામાં આવ્યા બાદ, આજે (8 એપ્રિલ) રાજ્યના વિવિધ જિલ્લાઓમાં તૈનાત 182 બિનહથિયારધારી પોલીસ સબ-ઇન્સ્પેક્ટરોની બદલીના આદેશો જારી કરવામાં આવ્યા છે.

  ગુજરત પોલીસ દ્વારા બિન હથિયારધારી પોલીસ સબ ઇન્સપેક્ટરોની તાત્કાલીક અસરથી બદલી કરી દેવામાં આવી હતી. જેમાં કુલ 182 જેટલા કર્મીઓની અન્ય જિલ્લામાં બદલી કરવામાં આવી છે. જેમા મોટા ભાગના પોલીસ કર્મીઓની બદલી જાહેરહિત માટે કરવામાં આવી હોવાનો પરિપત્રમાં ઉલ્લેખ કરવામાં આવ્યો છે.

(8:21 PM IST)