તા. ૨ સપ્ટેમ્બર ર૦ર૬ વિક્રમ સંવત ર૦૮૨ શ્રાવણ વદ – ૬ બુધવાર
News of Wednesday, 9th April 2025
નર્મદા પરિક્રમા ક્યાંથી શરૂ થાય છે..?: રામપરા કીડીમાકોડી ઘાટથી શરૂ થઈ નર્મદા નદી બોટ મારફત પાર કરી પરત રામપુરા ઘાટ પર પૂર્ણ થાય છે
કેટલાક ભક્તોને પરિક્રમા રુટ બાબતે અસમંજસ હોય, પરિક્રમા શરૂ કરવાની અલગ અલગ જગ્યા તેમની જાણકારીમાં હોય છે

( ભરત શાહ દ્વારા ) નર્મદા :૨૯ માર્ચ થી શરૂ થયેલી ઉત્તરવાહીની નર્મદા પરિક્રમા ક્યાંથી શરૂ થાય છે તેવા સવાલ કેટલાક ભક્તો દ્વારા પૂછવામાં આવે છે, જોકે તંત્ર દ્વારા અપાયેલા અહેવાલ લગભગ દરેક અખબારોમાં પ્રસિદ્ધ થયા અને તેમાં પરિક્રમા ક્યાંથી શરૂ થઈ ક્યાં પૂર્ણ થશે એ બાબત જણાવી હતી છતાં હજુ કેટલાક પરિક્રમા કરવા ઇચ્છતા ભક્તોમાં અસમંજસ હોય તેઓ આ રુટ માટે રાજપીપળાના જાણીતા વેપારી અને પર્યાવરણ પ્રેમી નીરજ પટેલને ટેલિફોનીક પૂછપરછમાં સવાલ કરે છે અને દરરોજ અનેક લોકોના નીરજ પટેલ પર ફોન આવતા હોય માટે અમે અમારા આ ન્યૂઝ મારફતે ભક્તોને આ બાબત જણાવી દઈએ કે ચૈત્ર માસમાં નર્મદા નદીની પરિક્રમાનું ઘણુ મહત્વ છે
. આ પરિક્રમાને ઉત્તરવાહિની પંચકોશી કહેવામાં આવે છે. ઉત્તરવાહીની પરિક્રમા રામપુરા કીડીમકોડી ઘાટ થી રણછોડરાયના મંદિરથી પ્રારંભ થઈને માંગરોળ, ગુવાર, શહેરાવ, તિલકવાડા ઘાટ, રેંગણ-વાસણ ગામ થઇને નર્મદા નદી બોટ મારફત પાર કરી ભક્તો પરત રામપુરા ઘાટ પર સ્નાન કરીને પરિક્રમા પૂર્ણ કરે છે, આ પરિક્રમા અંદાજે 14 કિમી એ પૂરી થાય છે.આ પરિક્રમા 27 એપ્રિલ સુધી ચાલશે. પરિક્રમા વહેલી સવારથી શરૂ થાય છે અને રાત્રી દરમિયાન પણ પદયાત્રા ભાવિકો અનુકૂળ સમયે પરિક્રમા કરી શકે છે. પુરાણોમાં ઉલ્લેખ છે કે ‘ગંગા સ્નાને, યમુના પાને, નર્મદા દર્શને તથા તાપી સ્મરણે’ મુક્તિ મળે છે. એટલે કે ગંગામાં સ્નાન કરવાથી, યમુનાના જળનું પાન કરવાથી મુક્તિ મળે છે, પરંતુ નર્મદા નદીના દર્શન માત્રથી મુક્તિ મળે છે. તેવી માન્યતા છે. ત્યારે નર્મદા પરિક્રમા કરવા ઇચ્છતા ભક્તો એ પરિક્રમા ની શરૂઆત રામપરા ગામના કીડીમાકોડી ઘાટ થી કરવી પડે અને ત્યાંથી માંગરોળ, ગુવાર, શહેરાવ, તિલકવાડા ઘાટ, રેંગણ-વાસણ ગામ થઇને નર્મદા નદી બોટ મારફત પાર કરી પરત રામપુરા ઘાટ પર સ્નાન કરીને પરિક્રમા પૂર્ણ કરશે
(12:01 AM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
