તા. ૧૭ નવેમ્બર ર૦ર૬ વિક્રમ સંવત ર૦૮૩ કારતક સુદ – ૮ મંગળવાર
News of Wednesday, 9th April 2025
વડોદરાની ત્રણ બાળકની માતાને મિસિસ ઇન્ટરનેશનલ વર્લ્ડનો ખિતાબ
થાઈલેન્ડ ખાતેની સ્પર્ધામાં વિશ્વના અનેક દેશમાંથી પ્રતિસ્પર્ધી આવ્યા

નવી દિલ્હી,તા.૯: ત્રણ બાળકોના માતા એવા વડોદરાના ૪૮ વર્ષિય મહિલાએ થાઈલેન્ડ ખાતે યોજાયેલી સ્પર્ધામાં વિશ્વના અનેક દેશમાંથી આવેલી પ્રતિભાગીઓને હરાવીને લોરલ નિસિરા ઈન્ટરનેશનલ વર્લ્ડનો ખિતાબ પોતાના નામે કર્યો છે.
જે વિશે માહિતી આપતા ટુરિઝમ મેનેજમેન્ટમાં બેચલરનો અભ્યાસ પૂર્ણ કરનાર ઉન્નતિ દેસાઈએ જણાવ્યું હતું કે, વર્ષ ૧૯૯૭માં યોજાયેલી મિસ ગુજરાત સ્પર્ધા અને વર્ષ ૧૯૯૯માં શહેરમાં યોજાયેલી હેર કિવન સ્પર્ધામાં વિજેતા બન્યાના ૨૪ વર્ષના અંતરાલ પછી વર્ષ ૨૦૨૩માં મિસિસ એશિયા યુનિટી અર્થ, વર્ષ ૨૦૨૪માં દિવા કિવન ઈન્ડિયા અને વર્ષ ૨૦૨૫માં લોરલ મિસિસ ઇન્ટરનેશનલ વર્લ્ડનો કિતાબ જીતી છું. હવે વર્ષ ૨૦૨૨માં યોજાનાર મિસિસ યુનિવર્સ સ્પર્ધામાં વિજેતા બનવાની તૈયારીઓ કરી રહી છું. ત્રણ બાળકની માતા હોવાને કારણે ઘરના કાર્યો અને તેઓની જવાબદારી પણ હું નિભાવી રહી છું. આ પ્રકારની સ્પર્ધામાં ભાગ લેવા માટે પરિવારના સભ્યોનો સહકાર હોવો જરૂરી છે અને તે બાબતે હું ભાગ્યશાળી છું કે મારા ઉપર ભગવાનની કળપા છે. મારા આ સફરમાં પતિ સાથે પરિવારના દરેક સભ્યોએ મદદ કરી છે. સવારે પાંચ વાગ્યે ઉઠીને ઘરના કાર્યો સાથે શારિરીક અને માનસિક રીતે મજબૂત બનવા માટે મેડિટેશન સહિતની એકિટીવીટી કરું છું, બ્યુટી પ્રેઝન્ટમાં વિજેતા બનવા માટે હેલ્થ, સ્કિન અને ફિટનેસ સાથે હેરનું ધ્યાન રાખવું પડે છે ઉપરાંત જંકફુડ ત્યાજીને હેલ્ધી ફૂડ જોઈએ. હાલમાં મોડલ, બ્રાન્ડ પ્રમોટર અને સેલિબ્રિટી ટ્રેનર સાથે સોશિયલ વર્કર તરીકેની ભૂમિકા ભજવું છું. નોંધનીય છે કે, પોઝિટીવિટી સાથે જીવન જીવતા ૧૯ વર્ષની ઉંમરે પહેલો ફોટોશૂટ કરાવનાર ૪૮ વર્ષિય ઉન્નતિ દેસાઈ સોશિયલ મીડિયાના માધ્યમથી યુવાનો સાથે કનેક્ટ થઈને તેઓને જીવન જીવવાની કળા શિખવે છે
મલેશિયામાં શહેરની યુવતીએ પ્રાપ્ત કર્યો યંગ મીડિયા આઇકોન એવોર્ડ
નાની ઉંમરથી જ મોડિયાના વિવિધ ક્ષેત્રમાં યોગદાના આપનાર શહેરની યુવતીને મલેશિયામાં રોગ મીડિયા આઇકોન એવોર્ડથી સન્માનિત કરાઇ છે. જે વિશે માહિતી આપતા ગરિમાં માલવણકરે જણાવ્યુ હતું કે. મલેશિયાના સ્ટાર અને તમિલ બિગ બોસ વીનર મુગેન રાવ, મલેશિયાના રોયલ ફેમિલીના સભ્ય અને સમાજ સેવક જોગા સિંઘજીના હસ્તે મને એવોર્ડ અપાયો હતો. મલેશિયાના યુનિવર્સલ આયડલ ઓડિશનમાં મને જ્યુરી બનવાનો અવસર પ્રાપ્ત થયો હતો. જેમાં પાંચથી પચાસ વર્ષ સુધીના વિવિધ ભાષાઓમાં ગાતા અનેક પ્રતિભાગીઓ આવ્યા હતા જેમાં મલેશિયાની મલય ભાષા, યમનથી આવેલ અરેબિક ગીત ગાતો યુવાન અને કોરિયન ગાયકે પ્રભાવીત કર્યા હતા.
(10:00 AM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
