તા. ૧૭ નવેમ્બર ર૦ર૬ વિક્રમ સંવત ર૦૮૩ કારતક સુદ – ૮ મંગળવાર
News of Wednesday, 9th April 2025
પહેલા દેશને ચલાવવાની હતી હવે આપણી જવાબદારી દેશને બચાવવાની છે:કોંગ્રેસના અધિવેશનમાં કન્હૈયાકુમારની પ્રહાર
સચિન પાયલોટે કહ્યું કે કોંગ્રેસનું રાષ્ટ્રવાદ ભારતને જોડવાનો છે. અનેકતાને એકતામાં ભેળવવાનો છે. કોંગ્રેસના મૂળિયા દેશમાં જ નહીં ગુજરાતમાં પણ મજબૂત છે.

અમદાવાદમાં કોંગ્રેસના રાષ્ટ્રીય અધિવેશનમાં કનૈયા કુમારે કહ્યું કે, ગુજરાતમાં આઇસીસી સેશન થઇ રહ્યું છે ત્યારે આપણો ઉદ્દેશ એ છે કે આપણે આપણા મૂળિયામાં જઇએ અને મજૂબત કરીએ. આપણે આઝાદીના આંદોલનમાં સામેલ થયા. દેશને આઝાદી મળી. આઝાદ ભારતના નિર્માણમાં કોંગ્રેસે મોટી ભૂમિકા નિભાવી. આપણી પહેલા જવાબદારી દેશને ચલાવવાની હતી હવે આપણી જવાબદારી દેશને બચાવવાની છે. દેશને આઝાદી માફી માગવાથી નહીં પણ લાઠી ખાવાથી મળી છે.
રાજસ્થાનના એઆઈસીસીસી સદસ્ય રેહાના રેહાઝે જણાવ્યું હતું કે, રાહુલ ગાંધીએ પદયાત્રા કરી. એક આવામ તેમની સાથે ચાલી રહ્યો હતો. તેમ છતાં આપણે ફેઇલ થયા. આપણે 24 કલાક મહેનત કરીએ છતાં નિષ્ફળ જઇએ છીએ. ત્યારે આપણે આપણી અંદર જોવાની જરૂર છે. આપણે એ જોવાની જરૂર છે કે આપણામાં કોણ ગદ્દાર છે જે આપણા નેતાને નિષ્ફળ બનાવવાના પ્રયાસો કરી રહ્યાં છે. આટલી મહેનત કરવા છતાં આપણે જે ઇચ્છીએ છીએ નથી થઇ શકતું.
કોંગ્રેસ નેતા સચિન પાયલોટે જણાવ્યું હતું કે, કોંગ્રેસનું રાષ્ટ્રવાદ ભારતને જોડવાનો છે. અનેકતાને એકતામાં ભેળવવાનો છે. જે કોંગ્રેસમુક્તની વાત કરે છે. રાજીવ ગાંધીએ ક્યારે વિપક્ષમુક્ત ભારતની વાત નહોતી. કોંગ્રેસના મૂળિયા દેશમાં જ નહીં ગુજરાતમાં પણ મજબૂત છે.
કોંગ્રેસના રાષ્ટ્રીય અધ્યક્ષ મલ્લિકાર્જૂન ખડગેએ અધિવેશનને સંબોધિત કર્યું છે અને જણાવ્યું છેકે, તેઓ માત્ર કોંગ્રેસ વિશે ખરાબ વાતો કરવા સિવાય બીજું કઇ કરતા નથી. તેમણે મોદી સરકાર પર આકરા પ્રહારો કર્યા છે. તેમણે કહ્યું કે, આઇઆઇએમ અને ઇસરો જેવી સંસ્થા અને શ્વેતક્રાંતિ શું કેન્દ્રમાં 2014માં મોદી સરકાર આવી તેના પછી બન્યું છે. આ બધુ કોંગ્રેસના સમયમાં બન્યું છતાં પૂછવામાં આવ્યું કે કોંગ્રેસે શું કર્યું. હંમેશા નરેન્દ્ર મોદીએ હંમેશા ઉલટા કામ કર્યા છે. દેશ માટે કોઇ સારુ કામ કર્યું નથી.
કોંગ્રેસ અધ્યક્ષ ખડગેએ રાષ્ટ્રીય ધ્વજ ફરકાવ્યો હતો. આ પ્રસંગે તેમની સાથે CPP અધ્યક્ષ સોનિયા ગાંધી, વિપક્ષના નેતા રાહુલ ગાંધી અને વિસ્તૃત કાર્યકારી સમિતિ (CWC) ના સભ્યો પણ ઉપસ્થિત રહ્યા હતા.
કોંગ્રેસના સાંસદ પ્રણિતિ શિંદેએ જણાવ્યું કે, પેટ્રોલ અને ડીઝલના ભાવમાં વધારા જેવા અનેક મુદ્દાઓ છે. તેઓ (કેન્દ્ર) ફક્ત 300 વર્ષ જૂના મુદ્દાઓ વિશે જ વાત કરે છે… કોઈ બેરોજગારી, મણિપુર, ભાવ વધારા અથવા ખેડૂતો વિશે વાત કરી રહ્યું નથી. તેઓ ફક્ત દેશને વિભાજીત કરવા માંગે છે. ભાજપ દેશમાં ઝેર ફેલાવવાનું કામ કરી રહી છે.
આ બેઠકમાં પ્રદેશ કોંગ્રેસ સમિતિના તમામ અધ્યક્ષો, કોંગ્રેસ વિધાનમંડળ પક્ષના નેતાઓ, આપણા મુખ્યમંત્રીઓ અને CWCના કાયમી, વિશેષ અને આમંત્રિત સભ્યો સહિત કુલ 158 સભ્યો ઉપસ્થિત રહ્યા હતા. ગઇકાલે સરદાર વલ્લભભાઈ પટેલને સમર્પિત એક વિશેષ પ્રસ્તાવ પર ચર્ચા કરવામાં આવી હતી અને તે સર્વાનુમતે પસાર કરવામાં આવ્યો હતો. આજે રાષ્ટ્રીય મુદ્દાઓ અને ગુજરાતની રાજકીય સ્થિતિ અંગેના બે મહત્વપૂર્ણ પ્રસ્તાવો પર ચર્ચા કરવામાં આવશે.
કોંગ્રેસના વરિષ્ઠ નેતા જયરામ રમેશે ગઇકાલે જણાવ્યું હતું કે 8 એપ્રિલે મળેલી બેઠકમાં સરદાર વલ્લભભાઈ પટેલને સમર્પિત એક વિશેષ પ્રસ્તાવ પર ચર્ચા કરવામાં આવી હતી અને તે સર્વાનુમતે પસાર કરવામાં આવ્યો હતો. જ્યારે 9 એપ્રિલે યોજાનારી ઓલ ઈન્ડિયા કોંગ્રેસ કમિટી (AICC)ની બેઠકમાં બે મહત્વપૂર્ણ પ્રસ્તાવો પર ચર્ચા કરવામાં આવશે.
જેમાં એક પ્રસ્તાવ રાષ્ટ્રીય મુદ્દાઓ પર અને બીજો ગુજરાતની રાજકીય પરિસ્થિતિને લઈને હશે. આ બંને પ્રસ્તાવો પર આજે અહીં ચર્ચા થઈ હતી અને તે પસાર પણ થયા છે. આજે AICCમાં આ અંગે વિસ્તૃત ચર્ચા થશે અને ત્યારબાદ તેને પણ મંજૂરી આપવામાં આવશે. આ પ્રસ્તાવોમાં કોંગ્રેસ પાર્ટીનું સામાજિક, રાજકીય અને આર્થિક ન્યાયને લઈને શું એજન્ડા છે તે પ્રતિબિંબિત થશે.
(1:16 PM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
