<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Wednesday, 9th April 2025

ડ્રગ્‍સના વોન્‍ટેડ આરોપીને ધોરાજીમાંથી ઉપાડી લેતી સુરત એસ.ઓ.જી.: ખળભળાટ

અડધા કરોડથી વધુના પકડાયેલ ડ્રગ્‍સ મામલે પોલીસ કમિશનર અનુપમસિંહ ગેહલોત, ક્રાઇમ બ્રાન્‍ચ વડા રાઘવેન્‍દ્ર વસ્‍ત અને ડીસીપી નકુમનાં માર્ગદર્શનમાં મોટી સફળતા આરોપી પોલીસ લોકેશન ટ્રેક ન કરી શકે તે માટે પોતાના મોબાઇલનો ઉપયોગ કરતો ન હતો. આઈડી પ્રૂફ ન આપવું પડે તેવા સ્‍થળ પસંદ કરતો. આરોપી ખૂબ શાતિર દિમાગ ધરાવે છે. અકિલા સાથેની વાતચીતમાં પીઆઇ અશોક ચૌધરી અથ થી ઇતિ સુધીની કથા વર્ણવે છે આરોપી દુબઈ, આફ્રિકા, ઇથોપિયા, મુંબઈ, અમદાવાદમા છુપાયા પછી પોતાના માસીને ઘરે ધોરાજી રોકાવા આવ્‍યાનું જાણમાં આવતા તુર્ત કાર્યવાહી એસ.ઓ.જી.પીઆઇ અશોક ચોધરીના નેતળત્‍વમાં એ.એસ.આઇ જલુભાઈ, હેડ કોન્‍સ્‍ટેબલ રણજીતભાઈની ટેકનિકલ સર્વેલન્‍સ અંતર્ગત મળેલી ઇન્‍ફોર્મેશન સચોટ પુરવાર

રાજકોટ તા.૯: નો ડ્રગ્‍સ ઈન સુરત અભિયાન પોલીસ સાથે પબ્‍લિકનો ભરપૂર સહયોગ પોલીસ કમિશનર અનુપમસિંહ ગેહલોતને મળતા એક પેછી એક મોટા ટાર્ગેટ સુરત એસ.ઓ.જી પાર પાડી રહી છે.

રૂપિયા ૫૫,૪૮,૨૦૦/- ની કિંમતનું ડ્રગ્‍સ મંગાવનાર અને ડીસીબી પોલીસ મથકના ગુન્‍હામાં ૪ માસથી વોન્‍ટેડ આરોપી અલફાઝ ઉર્ફ બુરિયો  ઈકબાલ ગુડલિયા (સુરત)ના પુત્રને ક્રાઇમ બ્રાન્‍ચ વડા રાઘવેન્‍દ્ર વસ્‍ત, ડીસીપી રાજદીપસિંહ નકુમનાં માર્ગદર્શનમાં પીઆઇ અશોક ચોધરીના નેતળત્‍વમાં રાજકોટ જીલ્લાના ધોરાજી ખાતેથી દબોચી લીધો છે.

અકિલા સાથેની વાતચીતમાં આ ટીમના સુકાની પીઆઇ અશોક ચૌધરીએ જણાવેલ કે યુવા પેઢીને નશાની ગર્તામાં ધકેલનાર ડ્રગ્‍સ પોલીસ કમિશનર દ્વારા સાથે સમગ્ર પોલીસ દ્વારા ટોપ પ્રયોરિટી પર રખાયેલ છે.  અમારી ટીમ દ્વાર સાડા પંચાવન લાખથી વધુ કિંમતના ડ્રગ્‍સ મામલામાં અમારા વિભાગ દ્વારા પોલીસ કમિશનર શ્રી સાથેની બેઠક દરમિયાન તમામ આરોપી પકડી લેવા પ્રોમિસ આપવામાં આવેલ. જે અંતગત વિવિધ ટીમો બનાવો હતી. આ દરમિયાન એએસઆઈ જલૂભાઇ તથા હેડ કોન્‍સ્‍ટેબલ રામજીભાઈ ટીમને આરોપી રાજકોટ જિલ્લાના ધોરાજી ખાતે હોવાની બાતમી મળતા ધોરાજી ટીમ ત્રાટકી હતી.

ધોરાજી તાલુકાના એ.એસ.પી. સ્‍કોડની મદદથી આરોપી અલફાઝને ઝડપનાર ટીમના સુકાની પીઆઇ અશોક ચોધરીએ વિશેષમાં જણાવેલ કે, સુરત પોલીસથી બચવા આરોપી દુબઈ ચાલ્‍યો ગયેલ.

દુબઈથી સાઉથ આફ્રિકાના ઇથોપિયા દેશમાં થોડાક દિવસ રોકાઈ મુંબઈના ડોંગરી વિસ્‍તારમાં બાદ ત્‍યાંથી અમદાવાદ વિસ્‍તારમાં રોકાઈ ત્‍યાંથી તેના માસીના ઘરે ધોરાજી છેલ્લા બે મહિનાથી છુપાઈને રહેવા લાગ્‍યો.....

પોલીસ તેનું લોકેશન ટ્રેક ન કરે તે માટે આરોપી આટલો શાતીર હતો કે તે મોબાઈલ ફોન શુદ્ધા વાપરતો ન હતો........

આરોપી કોઈ હોટલમાં પણ રોકાતો ન હતો. કારણ કે ત્‍યાં આઈડી પ્રૂફ આપવું પડે તે માટે આરોપી અલગ અલગ દરગાહમાં રોકાતો હતો.

(3:26 PM IST)