<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Wednesday, 9th April 2025

અમદાવાદમાં ૨૫ હજાર જૈનોએ એકસાથે નવકાર મંત્રનો જાપ કર્યો : ભુપેન્‍દ્રભાઇ હાજર રહ્યા

ચારેય ફિરકાઓના જૈન સાધુ-સાધ્‍વીજીઓએ આર્શીવચન પાઠવ્‍યા

રાજકોટ, તા. ૯ : વિશ્વ કલ્‍યાણ સંકલ્‍પને જનજન સુધી પહોંચાડવા માટે દિલ્‍હીના વિજ્ઞાન ભવન ખાતે આયોજિત વિશ્વ નવકાર મહામંત્રના કાર્યક્રમમાં પીએમ મોદી ઉપસ્‍થિત રહ્યા હતા. વિશ્વ કલ્‍યાણના અર્થે આ મહત્ત્વપૂર્ણ આયોજન જૈન સમુદાય દ્વારા આયોજિત કરવામાં આવ્‍યુ. આ નવકાર મંત્રના જાપથી એક ઐતિહાસિક રેકોર્ડ બનશે.

વિશ્વ નવકાર મહામંત્ર દિવસનું ગુજરાત ઉપરાંત દેશના ૧૮ રાજ્‍યોના વિવિધ શહેરોમાં નવકાર મંત્રનું પઠન કરવામાં આવ્‍યુ.જેમાં અમદાવાદના GMDC ગ્રાઉન્‍ડમાં પણ નવકાર મંત્રજાપનુ આયોજન કરાયુ હતુ. જેમાં સીએમ ભૂપેન્‍દ્રભાઇ પટેલ ઉપસ્‍થિત રહ્યા હતા.

આ ઉપરાંત  તમામ જૈન સમુદાય, જેમ કે શ્વેતાંબર સંઘ, દિગંબર સંઘ, તેરાપંથી સંઘ, સ્‍થાનકવાસી સંઘ એમ તમામ જૈન સમુદાયના જૈન મુનિ આ નવકાર મહામંત્રમાં ઉપસ્‍થિત રહ્યા. ગચ્‍છાધિપતિ, આચાર્ય, સાધુ-સાધ્‍વીજી ભગવંતો નવકાર મહામંત્રના આશીર્વાદ આપવા માટે પધાર્યા હતા.

GMDC ગ્રાઉન્‍ડમાં ૪૫૦થી વધુ કળશ મૂકવામાં આવ્‍યા છે. કાર્યક્રમ પહેલાં શહેરમાં કળશ યાત્રા કરવામાં આવશે જેમાં મોટી સંખ્‍યામાં સંઘો કળશને લઈને આવશે અને સામૂહિક નવકાર મંત્રનો જાપ કરશે. ૨૫ હજારથી વધુ લોકો આ કાર્યક્રમમાં જોડાઈ રહ્યા છે. આ ઉપરાંત ૧૦૦ થી વધારે અનુષ્ઠાન અને ૬૦૦૦ થી વધુ દેરાસર અને સ્‍થાનક પર તેનું લાઇવ પ્રસારણ કરાયું હતું.

(4:41 PM IST)