તા. ૧૭ નવેમ્બર ર૦ર૬ વિક્રમ સંવત ર૦૮૩ કારતક સુદ – ૮ મંગળવાર
News of Wednesday, 9th April 2025
બેન્કમાં છે ૧૨ રૂપિયા અને IT વિભાગે ફટકારી ૩૬ કરોડની નોટિસ
યુવાને રડતા રડતા સંભળાવી વ્યથા

અમદાવાદ,તા.૯: સાબરકાંઠામા ઈન્કમટેકસ વિભાગે ખાનગી કંપનીમાં નોકરી કરતા યુવાનને ૩૬ કરોડ રૂપિયાની નોટીસ ફટકારી છે. ઈડરના રતનપુર ગામમાં આવાસ યોજનામાં ઘર બનાવનારા પરિવારને ૩૬ કરોડની નોટીસ મળતતા સમગ્ર પરિવાર અચંબિત થયો છે. ઈન્કમટેક્સ વિભાગે રૂબરૂ મુલાકાતમાં ૩૬ કરોડ રૂપિયા ભરવા પણ જણાવાયુ છે. તો બીજી તરફ સમગ્ર પરિવાર પણ ચિંતામાં ગરકાવ થયો છે.
અમદાવાદમાં ખાનગી કંપનીમાં નોકરી કરતા યુવાનો પગાર ૧૨ હજાર છે. બેન્ક બેલેન્સ માત્ર ૧૨ રૂપિયા છે.ઈન્દિરા આવાસમાં મળેલા ઘરમાં રહે છે. ત્યારે ઈન્કમટેકસ વિભાગે ૩૬ કરોડની નોટીસ મળતા વિધવા માતા અને પુત્રની આંખમાં આસું આવી ગયા છે. યુવાને રડતા રડતા સમગ્ર વ્યથા જણાવી છે.(૪૦.૩૧)
(4:03 PM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
