News of Wednesday, 9th April 2025
સરકારી એજન્સીઓને નીચા ભાવે મગફળી વેંચતા અટકાવોઃ તેલિબિયા સંગઠન કેન્દ્રીય કૃષિ મંત્રીને લખ્યો પત્ર
રાજય સરકારે રૂા. ૬૭૮ર ના ભાવે ખરીદેલી મગફળી રૂા. પ૧૦૦-પર૦૦ ના ભાવે વેંચવા કાઢીઃ આવું કેમ ? જો સરકારી એજન્સીઓને નીચા ભાવે વેંચતા નહિ અટકાવાયા તો ખેડુતોને નુકશાન થશે

રાજકોટ, તા. ૯ ગુજરાત રાજય ખાદ્યતેલ અને તેલિબિયા સંગઠને કેન્દ્રીય કૃષિ મંત્રી શિવરાજસિંહ ચૌહાણને એક પત્ર લખી સરકારની વિવિધ એજન્સીઓ જેમ કે નાફેડ NEML વગેરેએ ટેકાના ભાવે ખરીદેલ મગફળીનું વેચાણ ત્રણથી ચાર મહિના સુધી મુલત્વી રાખે એવો આદેશ આપવા માંગણી કરી છે. સંગઠને પત્રમાં જણાવ્યું છે કે સરકારી એજન્સીઓએ ખેડુતોના હીતમાં હાલ તુરંત મગફળીનું વેચાણ મુલત્વી રાખવું જોઇએ.
સંગઠને પત્રમાં વધુંમાં જણાવ્યું છે કે, ગુજરાતમાં ગત ખરીફ સીઝનમાં મગફળીનું ઓલ ટાઇમ હાઇ રેકોર્ડ બ્રેક ઉત્પાદન થયુ હતું અને ખેડુતોને કવીન્ટલે રૂા. ૬૭૮ર ના એમએસપીના ભાવ મળશે એ આશાએ સરકારી એજન્સીઓ નાફેડ વગેરેએ ગુજરાતમાંથી મોટા પ્રમાણમાં મગફળીનો જથ્થો ખરીદયો હતો. આ ખરીદીથી નવેમ્બર ર૦ર૪ થી ૮ ફેબ્રુ. ર૦રપ દરમ્યાન કરવામાં આવી હતી.
સંગઠને પત્રમાં જણાવ્યું છે કે ટેકાના ભાવે મગફળીનો જથ્થો ખરીદયાના દોઢ માસમાં જ આ એજન્સીઓએ ર૬ મી માર્ચ ર૦રપ થી નીચા ભાવે વેચવાનું શરૂ કર્યુ હતું. NEML એ તો રૂા. પ૧૦૦ થી રૂા. પર૦૦ ના નીચા ભાવે મગફળીનું વેચાણ શરૂ કર્યુ હતું. આમ એજન્સીએ રૂા. ૬૭૮ર (૧ કવીન્ટલ) ના ભાવે ખરીદેલ મગફળી આટલા નીચા ભાવે કેમ વેચવા કાઢી એ સમજાતું નથી. સરકારી એજન્સીઓએ કુલ ઉત્પાદનના રપ ટકા જથ્થાની ખરીદી કરી હતી જયારે ખેડુતો પાસે મગફળીનો જંગી જથ્થો પડી રહયો હતો. ખુલ્તા બજારો એજન્સીઓના ભાવ MSP કરતા પણ નીચા છે. જે ઉગ્રતાથી સરકારી એજન્સીઓ નીચા ભાવે જથ્થો વેચી રહી છે તેનાથી ખુલ્લા બજારમાં કટોકટી ઉભી થશે અને મગફળીના ભાવ વધુ નીચા આવશે. જેથી ખેડુતોને જંગી આર્થિક નુકશાન થઇ શકે તેમ છે અને ખેડુતો આગામી ખરીફ સીઝનમાં ઉત્પાદનથી પણ દુર રહે તેવી શકયતા છે.
આવા સંજોગોમાં સરકારી એજન્સીઓએ થોડા મહિના વેચાણથી દુર રહેવું જોઇએ અને એ માટેના આદેશો જારી થવા જોઇએ એવી માંગણી પત્રના અંતે કરવામાં આવી છે.
(4:34 PM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
