તા. ૧૭ નવેમ્બર ર૦ર૬ વિક્રમ સંવત ર૦૮૩ કારતક સુદ – ૮ મંગળવાર
News of Wednesday, 9th April 2025
રાજ્યમાં મગફળીનો સૌથી ઉંચો ભાવ વ્યારા માર્કેટ યાર્ડમા 1400 રૂપિયા સુધી બોલાયો : જાણો અન્ય 22 યાર્ડના ભાવ
ગુજરાતની 22 માર્કેટ યાર્ડમાં કુલ 1,186.04 ટન મગફળીની આવક થઇ: જાણો કયા માર્કેટ યાર્ડમાં કેટલા ટન મગફળીની આવક

અમદાવાદ :આજે ગુજરાતની 22 માર્કેટ યાર્ડમાં કુલ 1,186.04 ટન મગફળીની આવક થઇ હતી. જેમાં રાજ્યમાં મગફળીનો સૌથી ઉંચો ભાવ વ્યારા માર્કેટ યાર્ડમા 1400 રૂપિયા બોલાયો હતો. રાજકોટમાં ઉંચો ભાવ 1085 રૂ. અને નીચો ભાવ 880 રૂપિયા સુધી બોલાયો હતો. આ સિવાય જામનગરમાં 1373 રૂ., હિંમતનગરમાં 1230 રૂ., ગોંડલમાં 1196 રૂ., જેતપુરમાં 1136 રુ., વેરાવળમાં 1115 રૂ., ભાવનગરમાં 1105 રૂપિયા ઉંચો ભાવ રહ્યો હતો.
કેન્દ્રીય કૃષિ અને ખેડૂત કલ્યાણ મંત્રાલયની કોમોડિટીની દૈનિક વિગતો દર્શાવતી વેબસાઈટ અનુસાર આજે ગુજરાતમાં વિવિધ માર્કેટિંગ યાર્ડમાં કુલ 1,186.04 ટન મગફળીની આવક થઇ છે.


(8:19 PM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
