તા. ૧૭ નવેમ્બર ર૦ર૬ વિક્રમ સંવત ર૦૮૩ કારતક સુદ – ૮ મંગળવાર
News of Wednesday, 9th April 2025
ભગવાન મહાવીરનો બોધ સમાજમાં સદભાવ, શાંતિ અને કરુણાની ભાવનાને વધુ મજબૂત બનાવે અને રાજ્યના તમામ નાગરિકોના જીવનમાં સુખ, સમૃદ્ધિ અને કલ્યાણ પ્રસરાવશે.
રાજ્યપાલ આચાર્ય દેવવ્રતજીની મહાવીર જન્મકલ્યાણકની શુભેચ્છાઓ

ગાંધીનગર :રાજ્યપાલ આચાર્ય દેવવ્રતજીએ મહાવીર જન્મકલ્યાણકના પાવન અવસરે રાજ્યના તમામ નાગરિકોને વિશેષ કરીને જૈન પરિવારોને હાર્દિક શુભેચ્છાઓ પાઠવી છે.
આ પાવન પર્વે રાજ્યપાલ આચાર્ય દેવવ્રતજીએ કહ્યું છે કે, ભગવાન મહાવીરનું જીવન અને તેમનો સંદેશ આજે પણ સમગ્ર માનવજાત માટે પ્રેરણારૂપ છે. અહિંસા, સત્ય, અસ્તેય, બ્રહ્મચર્ય અને અપરિગ્રહ જેવા તેમના સિદ્ધાંતો આપણને શાંતિમય, સહિષ્ણુ અને મૂલ્યનિષ્ઠ જીવન જીવવાની પ્રેરણા આપે છે. આ પર્વ આપણને આંતરિક શુદ્ધિ, કરુણા અને આત્માનુશાસનનું મહત્વ યાદ અપાવે છે. મહાવીર સ્વામીજીએ કર્મના બંધનમાંથી મુક્તિનો માર્ગ બતાવ્યો અને આત્માના શુદ્ધિકરણ પર ભાર મૂક્યો. તેમનું જીવન તપ, બલિદાન અને કરુણાનું પ્રતીક રહ્યું છે.
રાજ્યપાલએ આશા વ્યક્ત કરી કે, ભગવાન મહાવીરનો બોધ સમાજમાં સદભાવ, શાંતિ અને કરુણાની ભાવનાને વધુ મજબૂત બનાવે અને રાજ્યના તમામ નાગરિકોના જીવનમાં સુખ, સમૃદ્ધિ અને કલ્યાણ પ્રસરાવશે.
(8:30 PM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
