તા. ૧૭ નવેમ્બર ર૦ર૬ વિક્રમ સંવત ર૦૮૩ કારતક સુદ – ૮ મંગળવાર
News of Wednesday, 9th April 2025
ભાજપ હવે રાજકીય પક્ષ નથી રહ્યો, પરંતુ એક ખાનગી લિમિટેડ કંપની બની ગયો : ગેનીબેન ઠાકોરના પ્રહાર
કોંગ્રેસ અધિવેશનમાં બોલતા સાસંદ ગેનીબેન ઠાકોરે સત્રમાં લાવવામાં આવેલા પ્રસ્તાવને પોતાનું સમર્થન આપ્યું

અમદાવાદ : કોંગ્રેસ અધિવેશનમાં બોલતા સાસંદ ગેનીબેન ઠાકોરે સત્રમાં લાવવામાં આવેલા પ્રસ્તાવને પોતાનું સમર્થન આપ્યું હતું. તેમણે ગુજરાત મોડેલની વાતોને માત્ર બૂમરાડો ગણાવી હતી અને કહ્યું હતું કે હકીકત તેનાથી તદ્દન અલગ છે. ભારતીય જનતા પાર્ટી (ભાજપ) પર આકરા પ્રહારો કરતાં જણાવ્યું હતું કે ભાજપ સરકાર જનતાની સેવા કરવાના બદલે ભ્રષ્ટાચાર આચરવા માટે યોજનાઓ બનાવે છે.
તેમણે વધુમાં આક્ષેપ કર્યો હતો કે ભાજપ હવે એક રાજકીય પક્ષ નથી રહ્યો, પરંતુ એક ખાનગી લિમિટેડ કંપની બની ગયો છે. ગેનીબેન ઠાકોરે કોંગ્રેસના કાર્યકર્તાઓને એક થઈને પાર્ટીને આગળ લઈ જવા માટે આહ્વાન કર્યું હતું. તેમણે દૃઢ વિશ્વાસ વ્યક્ત કર્યો હતો કે વર્ષ 2027માં યોજાનારી ગુજરાત વિધાનસભાની ચૂંટણીમાં કોંગ્રેસ ચોક્કસપણે વિજય મેળવશે.
(8:39 PM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
