<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Wednesday, 9th April 2025

રાજ્યમાં જીરાનો સૌથી ઉંચો ભાવ ઉંઝા માર્કેટિંગ યાર્ડમા 5825 રૂપિયા સુધી બોલાયો : જાણો 31 યાર્ડના ભાવ

ગુજરાતની 31 માર્કેટિંગ યાર્ડમાં કુલ 1,661.60 ટન જીરાની આવક થઇ: જાણો કયા માર્કેટ યાર્ડમાં કેટલા ટન જીરાની આવક

અમદાવાદ :આજે ગુજરાતની 31 માર્કેટિંગ યાર્ડમાં કુલ 1,661.60 ટન જીરાની આવક થઇ છે. રાજ્યમાં જીરાનો સૌથી ઉંચો ભાવ ઉંઝા માર્કેટિંગ યાર્ડમાં 5825 રૂપિયા બોલાયો છે. ઉંઝા માર્કેટિંગ યાર્ડમાં નીચો ભાવ 4100 રૂપિયા બોલાયો હતો. આ ઉપરાંત થરાદમાં 5131 રૂ., હળવદમાં 5028 રૂ., રાધનપુરમાં 5025 રૂ., વાવમાં 5011 રૂ., અમરેલીમાં 4949 રૂ., ગોંડલમાં 4881 રૂ., રાજકોટમાં 4875 રૂપિયા ભાવ બોલાયો હતો.

કેન્દ્રીય કૃષિ અને ખેડૂત કલ્યાણ મંત્રાલયની કોમોડિટીની દૈનિક વિગતો દર્શાવતી વેબસાઈટ અનુસાર આજે ગુજરાતમાં વિવિધ માર્કેટિંગ યાર્ડમાં જીરાની કુલ 1,661.60 ટન આવક થઇ છે.

(9:28 PM IST)