<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Wednesday, 9th April 2025

અમદાવાદ-હાવડા સહિત 8 એક્સપ્રેસ ટ્રેન 8 એપ્રિલથી સુરત નહીં પરંતુ અસ્થાયી રૂપે ઉધના સ્ટેશન પર રોકાશે

સુરત રેલવે સ્ટેશન પર વિકાસ કાર્યને કારણે નિર્ણ્ય :મુસાફરોએ હવે ઉધના સ્ટેશન પર ઉતરીને સુરત જવું પડશે.

સુરત રેલવે સ્ટેશન પર વિકાસ કાર્યને કારણે, 8 એક્સપ્રેસ ટ્રેનો હવે ઉધના સ્ટેશન પર રોકાશે. આ ટ્રેનોમાં અમદાવાદ-હાવડા, હાવડા-અમદાવાદ, ઓખા શાલીમાર, શાલીમાર-ઓખા, સંત્રાગાચી-પોરબંદર, પોરબંદર સંત્રાગાચી,  પોરબંદર-શાલીમાર અને શાલીમાર-પોરબંદર એક્સપ્રેસનો સમાવેશ થાય છે. મુસાફરોએ હવે ઉધના સ્ટેશન પર ઉતરીને સુરત જવું પડશે.

ચક્રધરપુર રેલવે ડિવિઝનમાંથી પસાર થતી આઠ ટ્રેનો 8 એપ્રિલથી આગામી આદેશ સુધી સુરત સ્ટેશનને બદલે ઉધના સ્ટેશન પર રોકાશે. દક્ષિણ પૂર્વીય રેલવેએ આ સંદર્ભમાં એક સૂચના પત્ર જારી કર્યો છે. રેલવે તરફથી મળેલી માહિતી અનુસાર, સુરત સ્ટેશન પર વિકાસ કાર્યને કારણે, 08 ટ્રેનો સુરત સ્ટેશનને બદલે ઉધના સ્ટેશન પર રોકાશે.

આ ટ્રેનોમાં ચક્રધરપુર રેલવે ડિવિઝનથી સુરત જતા મુસાફરોએ હવે ઉધના સ્ટેશન પર ઉતરીને સુરત જવું પડશે. જેના કારણે મુસાફરોની મુશ્કેલીઓ વધશે.

આ ટ્રેનો સુરતને બદલે ઉધના સ્ટેશન પર રોકાશે

  • ટ્રેન નંબર 12833 અમદાવાદ – હાવડા એક્સપ્રેસ
  • ટ્રેન નંબર 12834 હાવડા-અમદાવાદ એક્સપ્રેસ
  • ટ્રેન નંબર 22905 ઓખા શાલીમાર એક્સપ
  • ટ્રેન નંબર 22906 શાલીમાર – ઓખા એક્સપ્રેસ
  • ટ્રેન નંબર 12950 સંત્રાગાચી – પોરબંદર એક્સપ્રેસ
  • ટ્રેન નંબર 12949 પોરબંદર સંતરાગાછી એક્સપ
  • ટ્રેન નંબર 12905 પોરબંદર – શાલીમાર એક્સપ્રેસ
  • ટ્રેન નંબર 12906 શાલીમાર – પોરબંદર એક્સપ્રેસ
  • કાનપુર-કોલકાતા સ્પેશિયલ ટ્રેન 10મી તારીખથી અઠવાડિયામાં ચાર દિવસ દોડશે

(9:57 PM IST)