તા. ૧૭ નવેમ્બર ર૦ર૬ વિક્રમ સંવત ર૦૮૩ કારતક સુદ – ૮ મંગળવાર
News of Wednesday, 9th April 2025
હીટવેવની આગાહીને ધ્યાને લઈ નર્મદા જિલ્લાના એસટી ડેપો પર ORS પેકેટ વિતરણ કરાયા

(ભરત શાહ દ્વારા ) નર્મદા : હાલમાં રાજ્ય ભરમાં હીટવેવની આગાહીને ધ્યાને લઈને એસ.ટી. નિગમ દ્વારા મુસાફર જનતાના હીતને ધ્યાને લઈ વિભાગીય નિયામક, ભરૂચ આર. પી. શ્રીમાળીની સકારાત્મક સુચનાનાં અનુસંધાને કે. એચ. નાયી, ડેપો મેનેજર, રાજપીપળા એસ.ટી. ડેપો દ્વારા આયોજન કરી આજરોજ નર્મદા જિલ્લામા આવેલ એસ.ટી. બસ સ્ટેન્ડ રાજપીપળા બસ સ્ટેન્ડ, એકતાનગર બસ સ્ટેન્ડ, ડેડીયાપાડા બસ સ્ટેન્ડ અને સેલંબા બસ સ્ટેન્ડ ખાતે જિલ્લા આરોગ્ય ખાતાના સહયોગથી મુસાફર જનતાને ORS ના પેકેટ વિતરણ કરવામાં આવ્યા હતા. આમ રાજપીપળા ડેપો સહિત જિલ્લાના દરેક ડેપો પર મુસાફરોના આરોગ્યની ચિંતા કરી આ કામગીરી કરવામાં આવી છે
(10:04 PM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
