તા. ૧૭ નવેમ્બર ર૦ર૬ વિક્રમ સંવત ર૦૮૩ કારતક સુદ – ૮ મંગળવાર
News of Wednesday, 9th April 2025
નઘાતપોર ગામે ઘરની દીવાલ બાબતે ચપ્પુ મારી ઇજા કરતા ભાભી અને ભત્રીજા વિરુદ્ધ ફરિયાદ
નઘાતપોર ગામે ઘરની દીવાલ બાબતે ચપ્પુ મારી ઇજા કરતા ભાભી અને ભત્રીજા વિરુદ્ધ ફરિયાદ

( ભરત શાહ દ્વારા ) નર્મદા:નર્મદા જિલ્લાના ગરુડેશ્વર તાલુકાના નાઘાતપોર ગામમાં ઘરની દીવાલ બનાવવા મુદ્દે પડોશીઓ વચ્ચે માથાકૂટ થતા ચપ્પુ મારી ઇજા કરતા ફરિયાદ થઈ છે
પ્રાપ્ત માહિતી અનુસાર ગરુડેશ્વર તાલુકાના નઘાતપોર ગામમાં દીવાલ બાબતે માથાકૂટ બાદ ભાભી અને ભત્રીજા એ મારામારી કરી અને ભત્રીજાએ કાકાને ચપ્પુ મારી ઇજા કરતા ગુનો દાખલ થયો છે. જેમાં જાણવા મળ્યા મુજબ નરેશભાઈ દલસુખભાઇ તડવીનાઓએ આપેલ ફરિયાદ મુજબ તેઓ પોતાના ઘરે હતા તે વખતે તેમનો ભત્રીજો (૧) વિષ્ણુભાઇ ભરતભાઇ તડવી અને તેમના ભાભી (૨) જશીબેન ભરતભાઇ દલસુખભાઇ તડવી (બન્ને રહે.નઘાતપોર મંદિર ફળીયુ તા.ગરૂડેશ્વર જી.નર્મદા) નાઓ તેમના ઘરમાં ઘૂસી ઘરની દિવાલ બનાવવા બાબતે રીસ રાખી ભત્રીજા વિષ્ણુભાઇ એ તેમને ડાબી આંખની ઉપર પાંપણના ભાગે તેમજ માથાના ઉપરના ભાગે ચપ્પુ મારી દઇ ઇજાઓ પહોંચાડેલ તેમજ તેમના ભાભી જશીબેન એ લાકડી વડે જમણા પગે બે-ત્રણ સપાટા મારી દઇ તેમજ આ બંનેએ તેમને શરીરે ઢીકાપાટુનો માર મારી આજે તો તું બચી ગયો છે અને તારા ઘરની દિવાલ અમારા ઘરની દિવાલ સાથે જોઇન્ટ કરશે તો અમો તને જાનથી મારી નાખીશું તેવી ધમકીઓ આપી ગુનો કરતા ગરુડેશ્વર પોલીસે ભાભી અને ભત્રીજા વિરુદ્ધ ગુનો નોંધી તપાસ હાથ ધરી છે.
(10:33 PM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
