<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Wednesday, 9th April 2025

રાજપીપળા સ્કૂલ ઓફ આર્ટસ કૉલેજમાં બે દિવસીય બામ્બુ આર્ટ વર્કશોપનું આયોજન કરવામાં આવ્યું

( ભરત શાહ દ્વારા ) નર્મદા: બિરસા મુંડા ટ્રાયબલ યુનિવર્સિટી રાજપીપળા સંચાલિત સ્કૂલ ઓફ આર્ટસ કૉલેજમાં બે દિવસીય બામ્બુ આર્ટ વર્કશોપ 2025 નું આયોજન કરવામાં આવ્યું હતું. આ વર્કશોપમાં વીસડાલીયા ગ્રામીણ સંસ્થામાંથી ક્લસ્ટર મેનેજર અતુલભાઇ ચૌધરી તેમજ બામ્બુ આર્ટિસ્ટ રાજેશભાઈ અને લવસિંગભાઈ બામ્બુ આર્ટિસ્ટના માર્ગદર્શન હેઠળ આ વર્કશોપ યોજાયો હતો. જેમાં વર્કશોપના પ્રથમ દિવસે વિદ્યાર્થીઓએ બામ્બુ વર્ક માટે વપરાતા વિવિધ સાધનોનો પરિચય મેળવ્યો હતો, ત્યારબાદ બામ્બુ માંથી વિવિધ વસ્તુઓ બનાવવા માટેના અલગ અલગ તબક્કાઓ શીખ્યા હતા, જેમાં માર્કિંગ -કટીંગ,ગ્રાઇન્ડીંગ ,ડ્રીલીંગ ફિનિશિંગ ,પેપર ,વોર્નિસ વેગેરે.
આ બે દિવસ વર્કશોપ દરમિયાન વિદ્યાર્થીઓને બામ્બુ માંથી વિવિધ વસ્તુઓ જેવીકે મોબાઇલ સ્ટેન્ડ, હેંગિંગ ટ્રી પ્લાન્ટ, નેમ પ્લેટ, પેન સ્ટેન્ડ, કિચન, કપ, ગ્લાસ ને બામ્બુ માંથી કેવી રીતે બનાવવા તેની તબક્કાવાર તાલીમ આપવામાં આવી હતી. આ વર્કશોપ દરમિયાન વિદ્યાર્થીઓએ બામ્બુ માંથી વિવિધ વસ્તુઓ બનાવતા શીખ્યા હતા. વર્કશોપ દરમિયાન બનાવેલી બામ્બુની વસ્તુઓ પર વારલી ચિત્રો દ્વારા વસ્તુઓ વધારે સારી બનાવી હતી.
 આ વર્કશોપના બીજા દિવસે બિરસા મુંડા ટ્રાયેબલ યુનિવર્સિટીના પ્રથમ કુલપતિ ડૉ. મધુકર પાડવી અને પરીક્ષા નિયામક ડો. રજનીકાંત પંડ્યા રૂબરૂ ઉપસ્થિત રહ્યા હતા અને વિદ્યાર્થીઓને બામ્બુ તેમજ વારલી ચિત્રકલા જેવી કલા દ્વારા આત્મનિર્ભર કેવી રીતે બનવું તે માટેનું  પ્રોત્સાહન પૂરું પાડ્યું હતું. આ સમગ્ર વર્કશોપ બિરસા મુંડા ટ્રાયબલ યુનિવર્સિટીના રજિસ્ટ્રારવી વિજયસિંહ વાળા તેમજ સ્કૂલ ઓફ આર્ટસ કૉલેજના પ્રિન્સિપાલ ડૉ.અમિતભાઈ ધોળકિયાના માર્ગદર્શન હેઠળ  થયો હતો. બે દિવસીય બામ્બુ વર્કશોપનું સંચાલન આસિ. પ્રોફેસર લાલાભાઈ રબારી દ્વારા કરવામાં આવ્યુ હતુ.


 

(10:34 PM IST)