<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Wednesday, 9th April 2025

મહાવીર જન્મ કલ્યાણકની શુભકામના પાઠવતા મુખ્યમંત્રી ભૂપેન્દ્રભાઈ પટેલ

જૈન ધર્મના પાયામાં રહેલા કરુણા અને અહિંસાના વ્રતોને આત્મસાત કરવાનો સંકલ્પ સૌ કોઈ લે તે જરૂરી છે.

ગાંધીનગર :મુખ્યમંત્રી ભૂપેન્દ્રભાઈ પટેલે જૈન અને જૈનેતર સમાજના સૌ નાગરિકોને પ્રભુ મહાવીરના જન્મ કલ્યાણકના પર્વની શુભકામના પાઠવી છે.

મુખ્યમંત્રીએ જણાવ્યું છે કે, કરૂણા અને અહિંસાના તત્વ ચિંતનને ભગવાન મહાવીર સ્વામીએ જીવન આચરણથી હંમેશા આત્મસાત કરાવ્યું છે. આ દિવસે જૈન ધર્મના પાયામાં  રહેલા કરુણા અને અહિંસાના વ્રતોને આત્મસાત કરવાનો સંકલ્પ સૌ કોઈ લે તે જરૂરી છે. 
મહાવીર સ્વામીએ પ્રબોધેલા કરૂણા, જીવદયા અને અહિંસાના માર્ગે ચાલીને સમરસ, સૌહાર્દપૂર્ણ સમાજના નિર્માણ માટે સૌ સંકલ્પબદ્ધ થઇએ એમ પણ મુખ્યમંત્રી ભૂપેન્દ્રભાઈ પટેલે મહાવીર જનકલ્યાણકની શુભેચ્છાઓ પાઠવતા જણાવ્યું છે.


 

(10:41 PM IST)