તા. ૧૭ નવેમ્બર ર૦ર૬ વિક્રમ સંવત ર૦૮૩ કારતક સુદ – ૮ મંગળવાર
News of Wednesday, 9th April 2025
ગુજરાત શિક્ષણ બોર્ડ દ્વારા શૈક્ષણિક કેલેન્ડર જાહેરઃ 249 દિવસ ચાલશે શિક્ષણ: 26 ફેબ્રુઆરીથી ધો.10-12ની બોર્ડની પરીક્ષા
16 ઑક્ટોબરથી 21 દિવસનું દિવાળી વેકેશન અને ચોથી મેથી 35 દિવસનું ઉનાળું વેકેશન મળશે

ગુજરાત માધ્યમિક અને ઉચ્ચતર માધ્યમિક શિક્ષણ બોર્ડ દ્વારા આજે રાજ્યની તમામ સ્કૂલો માટે વર્ષ 2025-26 માટેનું શૈક્ષણિક કેલેન્ડર જાહેર કરી દેવામાં આવ્યું છે. જેમાં શૈક્ષણિક સત્રના દિવસો, શાળાકીય પરીક્ષાની તારીખ, વેકેશનનો સમયગાળો તેમજ જાહેર રજાની વિગતો દર્શાવવામાં આવી છે.
બોર્ડ દ્વારા જાહેર કરવામાં આવેલા કેલેન્ડર અનુસાર, ધોરણ 10 અને 12ની બોર્ડની પરીક્ષા 26 ફેબ્રુઆરી, 2026થી 16 માર્ચ, 2026 દરમિયાન લેવામાં આવશે. જ્યારે ધોરણ 9 અને 11ની શાળાકીય વાર્ષિક પરીક્ષા 9 થી 26 એપ્રિલ, 2026 દરમિયાન લેવામાં આવશે.
જ્યારે 6 નવેમ્બર, 2025થી 144 દિવસનું બીજુ સત્ર શરૂ થશે, જે 3 મે, 2026ના રોજ પુરુ થશે. જે બાદ 4 મે થી 7 જૂન સુધીના 35 દિવસનું ઉનાળું વેકેશન રહેશે. આમ આખા વર્ષ દરમિયાન ઉનાળુ અને દિવાળી વેકેશનને બાદ કરતાં 15 જાહેર રજાઓ ગણીએ તો 80 રજાઓ મળશે.
શિક્ષણ બોર્ડ દ્વારા તમામ જિલ્લા શિક્ષણ અધિકારીઓને એકેડેમિક કેલેન્ડર મોકલવામાં આવ્યું છે. જેમાં શાળામાં લેવાની પરીક્ષાને લગતી સૂચના અને રજાઓ સહિતની વિગતો છે. આ નિર્ધારિત તારીખમાં સરકાર દ્વારા કોઈ ફેરફાર કરવામાં આવે, તો તે કરવાનું સૂચન કરવામાં આવ્યું છે.
(10:57 PM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
