News of Thursday, 10th April 2025
નાગાલેન્ડના બોગસ હથિયાર લાયસન્સ આધારે સુરતના ગન હાઉસે ૫૧ હથીયાર વેચ્યાનો ધડાકો
૧૭ ઇસમોની સંડોવણી ખુલ્લી, ૪ ની ધરપકડ, બાકીના આરોપીને ઝડપવા વિશેષ ટીમો દોડી રહી છેઃ અકિલા સમક્ષ ગુજરાતમાં હથિયાર હેરાફેરી અંગેની સનસનાટીભરી વિગતો ડીસીપી ક્રાઇમ ભાવેશ રોજીયા વર્ણવે છે પોલીસ કમિશનર અનુપમસિંહ ગેહલોત, જોઇન્ટ સીપી રાઘવેન્દ્ર વસ્તના માર્ગદર્શન હેઠળ ડીસીપી ક્રાઇમ ભાવેશ રોજિયાના નેતૃત્વ હેઠળ ગન હાઉસના માલિકની પ્રાથમિક પૂછપરછમાં હથીયારના સોદાગરોના ષડયંત્ર પરથી પડદો હટયો

રાજકોટ, તા. ૧૦: સુરત સહિત ગુજરાતમાં હથિયાર પરવાના મેળવવા હવે લોઢાના ચણા ચાવવા જેવું અઘરું બન્યું હોય અને સુરતમાં તો હથીયાર લાયસન્સ પૈકી ઘણાના જૂના હથીયાર લાયસન્સ પણ પોલીસ કમિશનર અનુપમસિંહ ગેહલોત દ્વાર રદ કરવામાં આવી રહ્યા છે તેવા સમયે ગુજરાતમાં અન્ય રાજ્યોમાંથી ગેરકાયદે હથિયાર મેળવાઈ રહ્યાંની વિગતો ખુલ્લી હતી.
સુરત ડીસીપી ક્રાઇમ ટીમ દ્વારા પણ ચોકસ ઇનપુટ આધારે બાતમીદાર વર્તુળ એક્ટિવ કરતા અહીંના ગજાનન ગન હાઉસની ભૂમિકા શંકાના પરિધમાં આવતા પોલીસ કમિશનર અનુપમસિંહ ગેહલોત, રાઘવેન્દ્ર વસ્ત સાથે તાકીદે મીટીંગ યોજી અને સિનિયર અધિકારીઓના માર્ગદર્શન હેઠળ ઝોન-૨ વિસ્તારના પીઆઇ સહિત તમામ ટીમો કામે લાગી હતી. ગજાનન ગન હાઉસના અતુલ પટેલની પૂછપરછમાં પોતાના મળતિયા મારફતે અત્યાર સુધી ૫૧ હથિયાર પોતાના હસ્તક વેચાણ થયાની ધડાકો કર્યો હતો તેમ જેમની વિશેષ કામગીરી ધ્યાને રાખી વન સ્ટેપ પ્રમોશન આપવામાં આવ્યું છે તેવા ડીસીપી ભાવેશ રોજિયાએ અકિલા સાથેની વાતચીતમાં જણાવેલ.સુરત ખાતે કુલ ૬ હાથિયાર અલગ અલગ ઇસમોને પણ આપ્યાનું કબૂલ્યું હતું. ગન હાઉસના સંચાલક પાસેથી કુલ ૧૬ હથિયાર કબજે કરવામાં આવેલ છે.હાલ સુધી બહારના રાજ્ય નાગાલેન્ડથી બોગસ હથીયાર લાયસન્સ થકી હથીયાર મેળવનાર કુલ-૧૭ ઈસમોની સંડોવણી ખુલવા પામેલ છે જે પૈકી ચાર ઈસમોની ધરપકડ કરવામા આવેલ છે.ધરપકડ કરેલ આરોપીઓઃ (૧) અતુલકુમાર ચિમનભાઇ પટેલ ઉવ.૬૨ રહેવાસી- ૨૭, મહાવીરનગર સોસાયટી ગજેરા સર્કલ પાસે કતારગામ સુરત મુળવતન- નાર તા.પેટલાદ જી. આણંદ, (૨) દિલીપભાઈ શાંતીભાઈ રોય, ઉવ.૪૦, રહેવાસી- એ-૧૧૦૪, પ્રિઝમ લક્ઝરીયા હાથીમંદીર રોડ કતારગામ સુરત તથા એ/૮૦૨, પેલેડીયમ પ્રાઈડ આંબાતલાવડી સિંગણપોર સુરત મુળગામ ગારીયાધાર તા.ગારીયાધાર જીલ્લો ભાવનગર, (૩) કલ્પેશભાઈ ધનજીભાઈ માંગુકીયા, ઉવ.૪૦, રહેવાસી- એ/૧૧૦૨, રીવર પેન્ટા સ્કાય સરથાણા જકાતનાકા વાલકગામ સુરત મુળગામ લાખણકા (ગોવાળીયા) તા.ગઢડા (સ્વા) જીલ્લો બોટાદ, (૪) મેરૂભાઇ હમીરભાઇ બેલા, ઉવ.૩૭, રહેવાસી- ૧૫૮૫-ગાયત્રી નગર ગુ.હા.બોર્ડ છાપરાભાઠા રોડ, અમરોલી, સુરત મુળગામ- રણજીતપુર, તા. કલ્યાણપુર, જી. દેવભુમી દ્વારકા, ગેરકાયદેસર હથીયાર મેળવવા સાવ ખોટા હથીયાર લાયસન્સ બનાવવા અન્ય ઈસમોના નામે ઈસ્યુ થયેલ હથીયાર લાયસન્સમા ચેડા કરવા તથા જુના હથીયાલ લાયસન્સના રેકર્ડમાં ચેડા કરવા જેવી અલગ અલગ મોડ્સ ઓપરેન્ડી ધ્યાનમાં આવેલ છે, ક્રાઇમ બ્રાંચની અલગ અગલ ટીમો બનાવી સંડોવાયેલ અન્ય ઇસમોને પકડી પાડવા હાલ તજવીજ ચાલુ છે.
(11:54 AM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
