તા. ૧ ફેબ્રુઆરી ર૦ર૬ વિક્રમ સંવત ર૦૮૨ મહા સુદ – ૧૫ રવિવાર
News of Thursday, 10th April 2025
ગાંધીનગરમાં ઉચ્ચ શિક્ષણના વિદ્યાર્થીઓને વ્યસનના માર્ગે જતા રોકવા પોલીસનો સંકલીત આવકાર્ય પ્રયાસ
કોલેજ-યુનિવર્સિટીના સંચાલકોનો સહકાર મેળવીને પોલીસ તપાસ

(અશ્વીન વ્યાસ દ્વારા) ગાંધીનગર, તા., ૧૦ રાજયના પાટનગર ગાંધીનગરમાં રાષ્ટ્રીય કક્ષાની અનેક યુનિવર્સિટીઓ સહિત ઉચ્ચ શિક્ષણ સંસ્થાઓ અને કોલેજો આવી છે. આમા રાજયના તેમજ અન્ય રાજયોના વિદ્યાર્થીઓ અભ્યાસ માટે આવે છે. આ વિદ્યાર્થીઓ અહીં ઉચ્ચ અભ્યાસ માટે આવે છે. આ યુવાનો અભ્યાસ કરતા કરતા ખોટા વ્યસને ન લાગે તે માટે મેનેજમેન્ટ દ્વારા પોલીસનું ધ્યાન દોરવામાં આવ્યું હોય તેમ જાણવા મળે છે.
આ યુવાનો કોઇ ખોટા માર્ગે ન જાય અને નશાકારક પદાર્થોનું સેવન ન કરે તે માટે ગાંધીનગર પોલીસ દ્વારા કોલેજના મેનેજમેન્ટને સાથે રાખી યુનિવર્સિટીઓમાં ખાસ ચેકીંગ કરવામાં આવી રહયુ઼ છે.
આ નશાકારકમાં ખાસ કરીને ડ્રગ્સનું પ્રમાણ વધી રહયું હોવાનું જણાતા પોલીસ દ્વારા નશાખોરી અટકાવવા વિશેષ ચેકીંગમાં પોલીસ દ્વારા આકસ્મીક તપાસ પણ હાથ ધરવામાં આવી છે. આ યુવાનો કોઇ પણ પ્રકારના નુકશાન કર્તા વ્યસનોમાં ન આવે તે માટે આ વિશિષ્ટ પ્રકારની તપાસ કરવાનું નક્કી કરવામાં આવ્યું છે.
(11:56 AM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
