<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Thursday, 10th April 2025

સુરતમાં હિરાઘસુ ભાઇઓ સાથે ક્રુર રાક્ષસી કૃત્‍ય કરનારા ગુનેગારોને છોડવામાં નહિ આવેઃ પાનસુરિયા

રાજકોટઃ સુરત ખાતે વોટર ટેન્‍કમાં રુલસેસ નામની ઝેરી દવા નાખી ૧૧૮ રત્‍ન કલાકારોના જીવન સાથે ચેડા કરવાની ઘટનાના જબરા પડઘા પડયા છે.

રાજયના શિક્ષણમંત્રી શ્રી પ્રફૂલ્લ પાનસુરિયાએ હોસ્‍પિટલમાં રત્‍ન કલાકારોની મુલાકાત લીધા બાદ કહ્યું હતું કે આ ભયાનક કૃત્‍ય કરનાર ગુનેગારોને છોડવામાં નહિ આવે.

અનાજમાં નાખવાની દવાથી સવાસો જેટલા રત્‍ન કલાકારોને ગંભીર અસર થતાં હોસ્‍પિટલમાં ખસેડવામાં આવયા હતા.૧૪ રત્‍ન કલાકારો ડાયમંડ હોસ્‍પિટલમાં ખસેડાયા જેમાંથી ૨ની સ્‍થિતિ ગંભીર બનતા આઇસીયુમાં ખસેડેલ. શિક્ષણમંત્રી શ્રી પાનસુરિયાએ ભારે રોષ ઠાલવી આકરા પગલાની ખાત્રી આપી હતી. (વી ટીવી)

(12:11 PM IST)