News of Thursday, 10th April 2025
અમદાવાદમાં ધોળા દિવસે રિક્ષામાં દંપતીને આંતરી 13.56 લાખની લૂંટ
-- આરટીઓ સર્કલ પાસે ચિમનભાઈ પટેલ બ્રીજ પાસે પહોંચ્યા ત્યારે સ્કૂટર પર આવેલા બે યુવકો અચાનક રીક્ષાને આંતરીને વેપારીના પત્નીના હાથમાં રહેલા પર્સની લૂંટ કરીને ફરાર થઈ ગયા

અમદાવાદના સાબરમતીમાં રહેતા એક વેપારી અને તેમના પત્ની સાથે મુંબઇથી સોનાના દાગીના તૈયાર કરાવીને મંગળવારે વહેલી સવારે કાલુપુર રેલવે સ્ટેશનથી રિક્ષામાં બેસીને ઘરે પરત જઈ રહ્યા હતા. ત્યારે આરટીઓ સર્કલ પાસે ચિમનભાઈ પટેલ બ્રીજ પાસે પહોંચ્યા ત્યારે સ્કૂટર પર આવેલા બે યુવકો અચાનક રીક્ષાને આંતરીને વેપારીના પત્નીના હાથમાં રહેલા પર્સની લૂંટ કરીને ફરાર થઈ ગયા હતા. આ સમગ્ર ઘટના અંગે રાણીપ પોલીસે ગુનો નોંધીને સીસીટીવી ફુટેજ અને ચોક્કસ મોડ્સ ઓપરેન્ડી ધરાવતી ગેંગની વિગતો એકઠી કરીને તપાસ શરૂ કરી છે.
આ અંગે રાણીપ પોલીસ સ્ટેશનના PI કે વાય વ્યાસે જણાવ્યું કે, આ ઘટનાની જાણ થતા પોલીસ કંટ્રોલમાં માહિતી આપીને સીસીટીવી તપાસેવાની તેમજ અન્ય પોલીસ સ્ટેશનને સ્ટાફને જાણ કરવાની સાથે રાણીપ પોલીસ અને ડીસીપી ઝોન-૨ સ્ક્વોડની અલગ અલગ ટીમ દ્વારા તપાસ કરવામાં આવી રહી છે. લૂંટારૂઓ કાલુપુર રેલવે સ્ટેશનથી રીક્ષાનો પીછો કરતા હોવાની સાથે રીક્ષા ચાલકની પણ આ મામલે પુછપરછ થશે.
(4:02 PM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
