તા. ૧૦ નવેમ્બર ર૦ર૬ વિક્રમ સંવત ર૦૮૩ કારતક સુદ – ૧ મંગળવાર
News of Thursday, 10th April 2025
રવિવાર સુધી ગરમીમાં રાહત બાદ ફરી પારો ઉંચકાશે
વેધરએનાલીસ્ટ અશોકભાઈ પટેલની તા.૧૦ થી ૧૭ એપ્રિલ સુધીની આગાહી : તા.૧૧ થી ૧૩(શુક્ર થી રવિ) તાપમાન ૪૦ થી ૪૩ ડીગ્રી રહેશે, તા.૧૪(સોમવાર)થી ફરી પારો ઉંચકાશે, તા.૧૫ થી ૧૭ (મંગળ થી ગુરૂ) ૪૨ થી ૪૫ ડીગ્રીએ પહોંચશેઃ હીટવેવનો માહોલ : સાંજના સમયે પવનનું જોર વધુ રહેશે : ક્યારેક વાદળો પણ જોવા મળશે

રાજકોટઃ છેલ્લા કેટલાક દિવસોથી સૂર્યદેવ કોપાયમાન છે. આકરો તાપ વરસી રહ્યો છે. દરમિયાન આજથી રવિવાર સુધી ગરમીમાં થોડી રાહત મળશે. પરંતુ આવતા અઠવાડીયે ફરી તાપમાન ફૂલ સ્પીડે ભાગશે. હીટવેવનો માહોલ સર્જાશે. તેમ વેધરએનાલીસ્ટ શ્રી અશોકભાઈ પટેલે જણાવ્યું છે.
ગત તા.૩ એપ્રિલે આગાહી આપેલી કે તા.૬ થી ૯ હીટવેવનો માહોલ જોવા મળશે. તે અનુસંધાને છેલ્લા બે-ત્રણ દિવસથી મહત્તમ તાપમાન ૪૨ થી ૪૫ ડીગ્રી વચ્ચે જોવા મળેલ છે. જેમ કે મહત્તમ તાપમાન ગઈકાલે ગુજરાત રાજ્યમાં ૪ થી ૬ ડીગ્રી નોર્મલ થી વધુ હતું. જેમાં રાજકોટ અને ડીસામાં હીટવેવનો માહોલ હતો. સાથોસાથ પોરબંદર વિસ્તારમાં પણ હીટવેવનો માહોલ હતો. જ્યાં મહત્તમ તાપમાન નોર્મલથી ૯ ડીગ્રી ઉંચું હતું. રાજકોટ ૪૫.૨(નોર્મલ થી ૬ ડીગ્રી ઉંચુ), ડીસા ૪૩.૬, ગાંધીનગર ૪૩(બન્નેે નોર્મલ થી ૫ ડીગ્રી ઉંચા). અમદાવાદ ૪૩.૨, ભૂજ ૪૨.૯ (નોર્મલ થી ૪ ડીગ્રી ઉંચા), પોરબંદર ૪૩ (નોર્મલથી ૯ ડીગ્રી ઉંચુ) તાપમાન નોંધાયેલ.
વેધર એનાલીસ્ટ શ્રી અશોકભાઈ પટેલે તા.૧૦ થી ૧૭ એપ્રિલ સુધીની આગાહી કરતાં જણાવેલ કે આગગાહી સમયમાં પવનની દિશા મુખ્યત્વે પશ્ચિમદિશામાંથી ફૂંકાશે અને ક્યારેક ઉત્તર પશ્ચિમ કે દક્ષિણ-પશ્ચિમ દિશામાંથી ફૂંકાશે. પવનની ઝડપ આગાહી સમયમાં ૧૨ થી ૨૫ કિ.મી.ની રહેશે. સાંજના સમયે ઝાટકાના પવનો ૨૫ થી ૩૫ કિ.મી.ની ઝડપે ફૂંકાશે.આગાહી સમયમાં વધુ દિવસો આકાશ ચોખ્ખુ રહેશે. અમુક દિવસે થોડીવાર માટે છૂટાછવાયા વાદળો જોવા મળશે.
ગરમી અંગે વાત કરીએ તો અશોકભાઈ જણાવે છે કે હાલ નોર્મલ મહત્તમ તાપમાન ગુજરાતના મોટા વિસ્તારોમાં ૩૯ ડીગ્રી ગણાય. ડીસા અને ભુજમાં ૩૮.૫ ડીગ્રી ગણાય. જ્યારે અમરેલીમાં ૪૦ ડીગ્રી છે. ગત થોડા દિવસો કરતા તાપમાનમાં આજે થોડો ઘટાડો થવાની શક્યતા છે. તા.૧૧ થી ૧૩ એપ્રિલ મહત્તમ તાપમાન ઘટવાની શક્યતા છે. જે ૪૦ થી ૪૩ ડીગ્રી વચ્ચે રહેવાની શક્યતા છે.
તા.૧૪ એપ્રિલના મહત્તમ તાપમાનમાં વધારો શરૂ થવાની સંભાવના છે.
તા.૧૫ તી ૧૭ એપ્રિલ દરમ્યાન મહત્તમ તાપમાન વધતું રહેશે. તે ફરી ૪૨ થી ૪૫ ડીગ્રી વચ્ચે રહેવાની સંભાવના છે.
સૌરાષ્ટ્ર કચ્છ ગુજરાતના કેટલાક વિસ્તારોમાં હિટવેવ જેવી સ્થિતી ઉભી થવાની શક્યતા છે.(૪૦.૨૬)
(2:46 PM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
