News of Thursday, 10th April 2025
ગેરરીતી થતી અટકાવવા અમદાવાદ મ્યુનિશીપલ સંચાલિત એલજી હોસ્પિટલમાં દર્દીને શું સારવાર આપી તેનો રેકોર્ડ કોમ્યુટરમાં રાખવામાં આવશે
સારવાર લેતા દર્દીઓને કેસ પેપરની ચોપડી આપવામાં આવતી પરંતુ હવે કોર્પોરેશનના નવા નિયમથી શુ બારોબાર વેચાતી દવા અને ઇંજેક્શન અટકશે તે જોવાનું રહેશે

અમદાવાદ તા.૧૦ : અમદાવાદ મ્યુનિશીપલ સંચાલિત એલજી હોસ્પિટલમાં જ્યાં અંદાજે 1500થી વધારે દર્દીઓ સારવાર લે છે..એલજી હોસ્પિટલમાં દર્દીઓને તમામ પ્રકારની સારવાર મળે તે માટે અમદાવાદ મ્યુ કોર્પોરેશન દ્વારા તમામ પ્રકારની વ્યવસ્થા કરવામાં આવી છે. પરંતુ સારવાર લેતા દર્દીઓને કેસ પેપરની ચોપડી આપવામાં આવે છે..તે ચોપડીમાં દર્દીને શું સારવાર આપી તેની માહિતી હોય છે. પરંતુ જો દર્દીની ચોપડી ખોવાઇ જાય તો હોસ્પિટલ પાસે કોઇ ડેટા હોતા નથી. જેથી તેના કેટલાક ગેરલાભ ઉઠાવવામાં આવે છે.
સુત્રો દ્વારા મળતી માહિતી અનુસાર અમદાવાદ મ્યુ કોર્પોરેશન સંચાલિત હોસ્પિટલમાં હવે દર્દીને શું સારવાર આપી તેનો રેકોર્ડ કોમ્યુટરમાં રાખવામાં આવશે. ડેટા હોવાથી દર્દીના નામની એન્ટ્રી સાથે શું સારવાર આપી તે તમામ માહિતી આવી જશે. દર્દીની તમામ માહિતી રાખવાનું કારોણ એકજ છે કે અનેકો વખત એલજી હોસ્પિટલમાં મોંઘા ઇન્જેક્શન અને મોંઘી દવાઓના બારોબાર વહીવટ થઇ જાય છે અને ડેટાના અભાવના કારણે ક્યા દર્દીઓને કઇ દવા અને ઇન્જેકશન આપ્યો તેનો કોઇ રેકોર્ડ ન હોવાના કારણે દવાઓ અને ઇન્જેક્શનના વહીવટ કરનાર વહીવટો બચી જાય છે. હવે કોર્પોરેશનની નવા નિયમથી શુ બારોબાર વેચાતી દવા અને ઇંજેક્શન અટકશે તે જોવાનું રહેશે.
(3:29 PM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
