<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Thursday, 10th April 2025

જરૂર પડશે કોર્ટ ન્યાયલના દરવાજા કોર્ટના દરવાજા પણ ખખડાવશું : નાયબ મામલતદાર તો સ્થળ પર હતાં જ નહીં તો ફરિયાદી કેવી રીતે ? ગીર સોમનાથ જિલ્લામાં ડિમોલેશનની કાર્યવાહી વખતે કરાયેલી ફરિયાદ અંગે ધારાસભ્ય વિમલ ચુડાસમા લડી લેવાના મૂડમાં

આ ઘટના અંગે ગઈકાલે વિમલ ચુડાસમાએ અમદાવાદમાં કોંગ્રેસના રાષ્ટ્રિય અધિવેશન વખતે વાતચીત કરી : આ ફરિયાદ નહીં ખેંચી લેવામાં આવે તો આંદોલન કરવામાં આવશે, કોંગ્રેસ પાર્ટી પણ આવેદન પત્ર આપવાની છે

અમદાવાદ તા.૧૦ : થોડાક દિવસ પહેલાં ગીર સોમનાથ જિલ્લામાં MLA વિમલ ચુડાસમા દ્વારા ડિમોલેશનની કામગીરીનો વિરોધ કરવામાં આવ્યો હતો. જે બાદ તેમના પર પોલીસ ફરિયાદ કરવામાં આવી હતી. આ પછી રાજકારણ ગરમાયું હતું. આ ઘટના અંગે ગઈકાલે વિમલ ચુડાસમાએ અમદાવાદમાં કોંગ્રેસના રાષ્ટ્રિય અધિવેશન વખતે વાતચીત કરી હત. જેમાં કહ્યું હતું કે, જરૂર પડશે કોર્ટ ન્યાયલના દરવાજા કોર્ટના દરવાજા પણ ખખડાવશું. નાયબ મામલદાર જેને ખોટી ફરિયાદ છે.

મને અચાનક ફોન આવ્યો મને સવારે 9:00 વાગ્યે કે વિમલભાઈ આ લોકો કોઈ નોટીસ વગરને ડેમોલેશન કરવા માટે આવ્યા છે. એટલે હું ફટાફટ ત્યાં પહોંચી ગયો એટલે મેં પોલીસ તંત્રને પૂછ્યું કે તમે ડેમોલેશન કરવા માટે આવ્યા છો તો તમારી પાસે ડેમોલેશનનો ઓર્ડર હશે તો કે અમારી પાસે કોઈ ડેમોલેશનો ઓર્ડર નથી. એટલે મે પૂછ્યું કે તમે તો શું કામે આવ્યા છે તો એમણે કીધું અમે કાયદો વ્યવસ્થા જાળવા માટે તમે એમને કીધું કે કાયદો વ્યવસ્થા તો અહીં બરાબર છે લોકો શાંતિથી એના ઘરે બેઠા છે એટલે આ કે તમારી જરૂર નથી ત્યાં પ્રાંત અધિકારી આવ્યા ત્યાના એમને કીધું કે ભાઈ ગમે થાય ડેમોલેશન કરી નાખો જે કાઈ કરવું હોય એ કલેક્ટર દિગવિજય જાડેજાની સૂચના છે અને જે કાઈ હોય પછી જોઈ લેશું એટલે મેં કીધું જોઈ લેશું એટલે તમે શું તમને કોઈ કહેવાવાનું નથી તમારી પાસે ઓર્ડર છે. આ ડેમોલેશન તમે નોટીસ આપી તો કે નહીં અમને અમારા કલેક્ટર સૂચના આપી છે જે પણ વચમાં આવે એને બુલડોઝરથી ઉડાડી દેજો.

મને પણ એની એવું કીધું કે જો તમે પણ વચમાં આવશો તો બુલડોઝર તમારા ઉપર પણ ફરી જશે અને લોકો ઉપર પણ ફરી જશે. એટલે મેં કીધું આ રીતે વાત ન થઈ શકે કાયદો તમે નેવે મૂકીને વાત કરો છો અને આ લોકો જે છે એ એ લોકોએ બે દિવસ પહેલા તો નીચલી કોર્ટમાં પીટીશન પણ દાખલ કરી આગલા દિવસે નોટીસ પણ ઇશ્યુ થયેલી. એટલે આ લોકોએ જે કર્યું છે બાબા સાહેબને બંધારણને નેવે કાયદાને નેવે મૂકીને કર્યું છે. કોર્ટના કાયદાને નેવે મૂકીને કામ કર્યું છે અને એ સિવાય એક ધારાસભ્ય તરીકે પ્રતિનિધિ લોકોને પ્રતિનિધિ તરીકે વાત કરવા લોકોની વાત હું કરી શકું. એટલે પ્રતિનિધિ તરીકે વાત કરી તો મારી સાથે આવી વ્યવહાર કર્યો.

જબરજસ્તી મારી ધડપકડ કરી અને મને એસપી ઓફિસમાં સાંજે સાડા સાત વાગ્યા સુધી બેસાડ્યો મને એક નોટીસ આપી એટલે મે કીધું સેવા નોટીસ છે. જોયું તો મારી ઉપર એ લોકોએ ફરજમાં રૂકાવટ રાઈટિંગ ગુનો અને પથ્થરમારાની ફરિયાદ કરી દીધી એટલે મેં કીધું કે આમાં મેં કોની સાથે મેં તો વ્યવહારિક વાત કરી છે તો એને કીધું કે ભાઈ આ તમારી પાસે ફરિયાદ છે. મે વાંચ્યું મે નાયબ મામલેદારનું નામ હતું તો એ તમે નાયબ મામલે જેને ફરિયાદ કરી તો હતા જ નહીં કે મે એમની સાથે વાત નથી કરી કે હું એમને મળ્યો નથી એટલે ખોટી રીતે મારી ઉપર ફરિયાદ કરવામાં આવી છે.

નોટીસ આપી અને કીધું કે આટલા કાયદા તમારે અમલવારી કરવા પડશે. હું મારી ફરજ નિભાવું છું. જે ખોટું સાચું જે પણ કરવું હોય એ કરી લે એને એમ થાશે કે આ હું જેલમાં જવાથી પણ ડરતો નથી. મારી પ્રજા માટે જેલમાં જાવું પડે તો જેલમાં માટે જવા માટે પણ તૈયાર છે અને એ સિવાય પણ મારી પ્રજા માહિત્યાના લોકો જાગૃત છે અને કાલે કોળી સમાજના લોકોએ 1000 લોકોએ આવેદન પત્ર આપ્યું કે આ ફરિયાદ નહીં ખેંચી લેવામાં આવે તો આંદોલન કરવામાં આવશે. કોંગ્રેસ પાર્ટી પણ આવેદન પત્ર આપવાની છે અને તમામ વિમલભાઈ અમે મે તમારી સાથે છે જે રીતે લડાઈ કરવી પડે જો તમારી ઉપર ખોટી ફરિયાદ કરેલી છે એ ખેંચવામાં ના આવે અને પોલીસના અધિકારી જે તમે જબરજસ્તી જે કાયદા વિરુદ્ધ તમારી ધરપકડ કરી છે. જરૂર પડશે કોર્ટ ન્યાયલના દરવાજા કોર્ટના દરવાજા પણ ખખડાવશું.

(4:17 PM IST)